બોલ્ડનેસ બ્યુટીનો એક ભાગઃ નરગિસ

રોકસ્ટાર ફેમ નરગિસ ફખરીના દિવસો બદલાઇ રહ્યા છે. તે અચાનક લાઇમ લાઇટમાં આવી ગઇ છે. પોતાના અફેર્સને લઇને ચર્ચામાં રહેનાર આ બોલ્ડ અભિનેત્રી ઘણા સમયથી ખામોશ હતી અને એક હિટ ફિલ્મ માટે તરસી રહી હતી, જોકે થોડા સમયથી તેની પ્રોફેશનલ લાઇફમાં પણ ચેન્જ આવી રહ્યો છે. રિમેક અને સિક્વલ ફિલ્મોની તેને ઓફર આવી રહી છે. ‘અઝહર’ ફિલ્મમાં નરગિસ ફખરી પર એક ગીત પણ ફિલ્માવાયું છે.

નરગિસને હજુ બોલિવૂડમાં આવ્યાને ઝાઝો સમય થયો નથી, પરંતુ તે લાઇમ લાઇટમાં રહેવાની કળા જાણી ગઇ છે મીડિયાને કયા ફ્લેવરના ન્યૂઝ જોઇએ તે ખૂબ સારી રીતે જાણે છે, તેથી તેણે ચોકલેટી હીરોની સાથે નિકટતા વધારવાની કોશિશ પણ કરી, જેથી તેને પબ્લિસિટી મળી શકે. રણબીર, શાહિદ અને નેસ વાડિયા સાથે નરગિસના સંબંધ ખૂબ આગળ વધ્યા, જોકે એ વાત અલગ છે કે આ લોકો સાથે સંબંધો મજબૂત કર્યાનો નરગિસને ખાસ ફાયદો ન થયો. નરગિસ લગ્નેતર સંબંધો પર આધારિત એક ફિલ્મ કરવા ઇચ્છે છે.

બોલ્ડ ફિલ્મો પર સવાલ કરતાં નરગિસ કહે છે કે બોલ્ડનેસ તો બ્યુટીનો એક હિસ્સો છે. તેને અશ્લીલતા ન કહેવાવી જોઇએ. કેટલાક મેકર્સ તો આવા સીન ખૂબ જ સુંદર રીતે ફિલ્માવે છે. મહેશ ભટ્ટની બોલ્ડ ફિલ્મો એટલે જ લોકોને ગમે છે. નરગિસને લઇને ઊઠેલા વિવાદ અંગે તે કહે છે કે હું મિલનસાર સ્વભાવની છું. હું દરેક સ્થળે મિત્રો બનાવતી રહું છું, તેથી લોકો મારા વિશે કોઇ ને કોઇ વાત ઉડાવતા રહે છે. •

You might also like