…ત્યારથી સિનેમાને પ્રેમ કરવા લાગી: નરગીસ

વર્ષ 2011માં સુપરહિટ ફિલ્મ રોકસ્ટારથી બોલિવૂડમાં આવેલી નરગીસ ફકરીએ ત્યારબાદ મદ્રાસ કેફે જેવી ઉમદા ફિલ્મમાં અભિનય કરીને લોકોને આકર્ષ્યા. વર્ષ 2014માં ફિલ્મ મેં તેરા હીરો ઉપરાંત તે વચ્ચે વચ્ચે આઇટમ સોંગમાં દેખાતી રહી. ગયા વર્ષે હોલિવૂડ ફિલ્મ સ્પાઇ બાદ તે આ વર્ષે પાંચ બોલિવૂડ ફિલ્મમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. પોતાને સિનેમા સાથે પ્રેમ કેમ છે એ અંગે વાત કરતા નરગીસ કહે છે કે મને ત્યાં સુધી સિનેમા સાથે પ્રેમ ન હતો જ્યાં સુધી મેં તેમાં કામ કરવાનું શરૂ કર્યુ ન હતું. જ્યારથી મેં તેમાં કામ કરવાનું શરૂ કર્યુ ત્યારથી મેં અનુભવ્યું કે આ એક એવી જગ્યા છે જ્યાં અમે અનેક લોકોનું મનોરંજન કરી શકીએ છીએ. અમે લોકોને વાસ્તવિકતામાંથી બહાર કાઢીને એક નવો રોમાંચ આપીએ છીએ. તેથી મારું માનવું છે કે આ અદભુત છે.

પોતાનાં જીવનમાં સફળતાનું શું મહત્ત્વ છે તે અંગે વાત કરતાં તે કહે છે કે સફળતા કોના માટે મહત્વની હોતી નથી. ખાસ કરીને જ્યારે તમે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો ત્યારે લોકપ્રિયતા અને પ્રસિદ્ધિથી તમને ફિલ્મોમાં કામ કરવાની તકો મળે છે, પરંતુ મારું માનવું છે કે બદનામ થઇને નામ કમાવવાના બદલે મહેનત અને કુશળતાપૂર્વક કામ કરવું જોઇએ. આ વર્ષે નરગીસ બેન્જો, અઝહર, હાઉસફૂલ-3, ઢિશુમ અને હેરાફેરી 3માં જોવા મળશે. •

You might also like