ફિલ્મ મેકર મને ખાસ નજરથી જુઅે છેઃ નર‌િગસ

અમેરિકામાં જન્મેલી અને ઊછરેલી નર‌િગસ ફખરીઅે ૨૦૧૧માં ફિલ્મ ‘રોક સ્ટાર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. તે અત્યાર સુધી ૧૦ ફિલ્મો કરી ચૂકી છે, પરંતુ બોલિવૂડમાં તેને અે અોળખ મળી શકી નથી, જે મળવી જોઈઅે. તેનું કહેવું છે કે બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રીની છબી તેના પર ભારે પડી રહી છે. નર‌િગસની ‘મદ્રાસ કેફે’ હિટ ગઈ હતી, તેમાં તેનું પર્ફોર્મન્સ પણ લોકોને ગમ્યું હતું, પરંતુ ત્યારબાદ નર‌િગસને અે પ્રકારનો રોલ ભજવવાનો મોકો ન મળ્યો. તે કહે છે કે બોલિવૂડમાં અે પ્રકારની પર્ફોર્મન્સ અોરિયેન્ટેડ ફિલ્મો કેટલી બને છે. મારા ચહેરાની બનાવટ અેવી છે કે મને ભારતીય છોકરીના રોલ અોછા મળે છે. શક્ય છે કે હું એક દિવસ ભારતીય છોકરીના રોલમાં ખૂબ જ સારી રીતે ફિટ બેસી શકું. હાલમાં તો બોલિવૂડના ફિલ્મ મેકર મને એક ખાસ નજરથી જુઅે છે. જો તેઅો મને પડકારજનક રોલ ભજવવાનો મોકો અાપે તો મને પણ મારું હુનર બતાવવાની તક મળે.

શું કોઈ ખાસ પાત્રથી નર‌િગસની જિંદગીમાં કોઈ ફરક પડ્યો છે. અા અંગે વાત કરતાં તે કહે છે કે ‘રોક સ્ટાર’ના પાત્રઅે મને ખૂબ જ પ્રભાવિત કરી હતી. તે ઇમોશનલ કરી દેતી કહાણી હતી. અા રીતે ‘મદ્રાસ કેફે’ની કહાણી ખૂબ જ ગંભીર હતી. અા ફિલ્મ વાસ્તવિક ઘટનાક્રમ પર અાધારિત હતી. મેં ખુદ અા માટે રિસર્ચ કર્યું હતું. ‘રોક સ્ટાર’ સમયમાં હું મારા પરિવારથી મુંબઈમાં હતી. ફિલ્મમાં દુઃખદ પાત્ર હતું તો તે સમયે ખુદને ફિલ્મથી અલગ કરું તે મુશ્કેલ હતું. અાવી સ્થિતિમાં દોસ્તો મદદ કરતા હોય છે, પરંતુ અહીં મારા કોઈ મિત્ર ન હતા. ‘મદ્રાસ કેફે’ કરતી વખતે પણ તકલીફ પડી. અા માટે મેં યોગ અને મે‌િડટેશનનો સહારો લીધો. •
http://sambhaavnews.com/

You might also like