મારા ફિગર પર ગર્વઃ નરગિસ

નરગિસ ફખરી હાલમાં કામમાંથી રજાઓ લઇને ફરવામાં વ્યસ્ત છે. અમેરિકા તો ક્યારેય બેલીઝના સુંદર મોસમનો આનંદ ઉઠાવી રહી છે. થોડા દિવસ પહેલાં તેણે મધ્ય અમેરિકી દેશ બેલીઝમાં હોલિડે માણતો વીડિયો અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટા શેર કર્યા. તે એક્ટિંગ ઉપરાંત પોતાની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક હોટ ફોટા પણ શેર કર્યા હતા. પોતાના હોટ ફિગરને લઇને તે ફરી વખત લાઇમલાઇટમાં છે. ઇન્સ્ટાગ્રામ પરના ફોટામાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરો સાથે તેણે પોતાના ફેન્સને જણાવ્યું કે તે પોતાના શરીરને ખૂબ જ પ્રેમ કરે છે.

ફોટાની સાથે તેણે લખ્યું છે કે મને મારા શરીર પર ગર્વ છે અને તેને પ્રેમ કરું છું, જોકે આ માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. નરગિસ આ પહેલાં પણ પોતાની હોટ તસવીરો શેર કરી ચૂકી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તેને પોતાના શરીર પર ગર્વ છે. થોડા સમય પહેલાં નરગિસ રીતેશ દેશમુખ સાથે ‘બેન્ઝો’ ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં તે રજાઓ પર છે. થોડા સમય બાદ તે પરત આવશે. હાલમાં તેની પાસે કોઇ હિંદી ફિલ્મ ન હોવાથી તેણે ચંડીગઢમાં ‘ફાઇવ વેડિંગ્સ’ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ ઇન્ડો-અમેરિકન ફિલ્મમાં તેની સામે રાજકુમાર રાવ છે. આ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે પંજાબી સંસ્કૃતિ અંગે જાણવા તેણે ચંડીગઢના બજારમાં શોપિંગ કરવાથી લઇને એક પંજાબી લગ્નમાં પણ ભાગ લીધો. •

You might also like