કોઈ મળશે તો બધાંને કહીશઃ નરગિસ ફખરી

વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘રોકસ્ટાર’થી બોલિવૂડમાં છવાઇ જનાર નરગિસ ફખરીને સતત કામ મળી રહ્યું છે એ બાબતે તે ખુશ છે. તે કહે છે કે હું એક્ટિંગની દુનિયામાં આવવા ઇચ્છતી ન હતી, પરંતુ આ બધું અનાયાસે થઇ ગયું. મારે મોડલ બનવું ન હતું. મેં મોડલિંગ માત્ર પૈસા માટે કર્યું હતું. હંુ મોડલિંગ દ્વારા પૈસા કમાઇને ફરવા ઇચ્છતી હતી. મેં આર્ટ્સ અને થેરપીનો અભ્યાસ કર્યો છે. જો હું એક્ટર ન હોત તો બીમાર બાળકોનો ઇલાજ કરતી હોત. નરગિસ કહે છે કે મને બોલિવૂડમાં આવ્યે પાંચ વર્ષનો સમય વીતી ચૂક્યો છે. મને સતત કામ મળી રહ્યું છે તેથી હું ખૂબ ખુશ છું. હું સારું કામ કરી રહી છું અને મને સારી ઓફર પણ મળી રહી છે.
નરગિસ ફખરીને પણ અન્ય અભિનેત્રીઓની જેમ વિદેશમાં કામ કરવાની ઓફર મળે છે. તે કહે છે કે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં મારી એક એજન્સી છે. મને ઘણા શો કરવાની ઓફર મળતી રહે છે, પરંતુ અહીંની ફિલ્મો અને ઇવેન્ટ્સ તથા કેટલાક કમિટમેન્ટના કારણે હું તે કરી શકતી નથી. મને ઘણી વાર દુઃખ પણ થાય છે. નરગિસનું નામ અલગ અલગ હીરો સાથે જોડાતું રહે છે તે બાબતનું તેને દુઃખ છે. તે કહે છે કે હું ઉદય ચોપરા સાથે કોફી પીવા ગઇ તો મારું નામ તેની સાથે જોડી દેવાયું. હું શા‌િહદ કપૂરના ઘરે ગઇ તો મારું નામ તેની સાથે જોડાયું. આ બાબત મને દુઃખદાયક લાગે છે. હાલમાં મારી પાસે કોઇ સ્પેશિયલ વ્યક્તિ નથી, જ્યારે એવી કોઇ વ્યક્તિ શોધી લઇશ ત્યારે તેના વિશે ખૂલીને વાત કરીશ. •

You might also like