વિદેશ કેમ ભાગી ગઈ નર‌િગસ

ફિલ્મ ‘રોકસ્ટાર’થી બોલિવૂડમાં પ્રવેશેલી નર‌િગસ ફખરી ટૂંક સમયમાં ‘ઢિશુમ’  ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં તેનો હોટ બિકિની અવતાર ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં નર‌િગસ એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. અા માટે તેણે વિશેષ તૈયારી પણ કરી છે. ફિલ્મમાં તે કાળા રંગની બિકિનીમાં જોવા મળશે, જેમાં તે ખૂબ જ ગ્લેમર અને હોટ દેખાઈ રહી છે. અા ફિલ્મમાં તેનો સ્પેશિયલ કીમિયો રોલ છે. અા પહેલાં નર‌િગસની ચર્ચા તેની છેલ્લી ફિલ્મ ‘અઝહર’ને લઈને થઈ હતી.

ફિલ્મમાં ઈમરાનને કિસ કરવાના કારણે તે ખૂબ જ ચર્ચામાં અાવી હતી. એ પણ સાંભળવા મળ્યું હતું કે કિસિંગ સીન નર‌િગસને બિલકુલ પસંદ પડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી નર‌િગસ દેશથી બહાર અમેરિકા ગઈ છે. પહેલાં ચર્ચા હતી કે તેના પ્રેમી ઉદય ચોપરાએ તેની સાથે બ્રેકઅપ કર્યું હોવાના કારણે તે તણાવમાં અાવી ગઈ છે, તેથી તે દેશ છોડીને વિદેશ ચાલી ગઈ.

અા કારણે તેની ત્રણ ફિલ્મોનું શૂટિંગ પણ લટકી પડ્યું. થોડા દિવસ પહેલાં જ ઉદયે સ્પષ્ટતા કરી કે અા બધી અફવાઓ છે. તે અને નર‌િગસ હજુ પણ સારા મિત્ર છે. નર‌િગસના મેનેજરનું કહેવું છે કે તેનું અમેરિકા જવાનું કારણ ઉદય સાથેનું બ્રેકઅપ નહીં, પરંતુ તેની બીમારી છે, જોકે હજુ અા મુદ્દે
નર‌િગસ તરફથી કોઈ સ્પષ્ટતા અાવી નથી.•

You might also like