હાર્દિકને વિનંતી છે કે જલ્દી પારણાં કરેઃ નરેશ પટેલ

અમદાવાદઃ હાર્દિક પટેલ સાથે આજે ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે આજે મુલાકાત કરી હતી. ત્યારે આ મુલાકાત બાદ નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી. જેમાં નરેશ પટેલે જણાવ્યું કે, હાર્દિક બને તેટલાં જલ્દી પારણાં કરે. હાર્દિક પટેલની ત્રણ માંગ છે. હાર્દિકને વિનંતી છે કે તે જલ્દી પારણાં કરે.

સરકાર સમક્ષ હાર્દિકની માંગ અમે મુકીશું. હું ક્યારે પારણાં કરીશ તે હું જણાવીશ તેવું હાર્દિકે જણાવ્યું. હાર્દિકે 18 કલાકથી પાણી નથી પીધું. અંત પોઝીટિવ આવે તેવો સરકાર સાથે પ્રયાસ કરીશું. ધાર્મિક સંસ્થાઓ સાથે અમારે બેસવું પડશે. દરેક સંસ્થાઓ હાર્દિક સાથે જ છે.

વધુમાં જણાવ્યું કે આજે અથવા આવતીકાલે અમે આ મુદ્દાઓને લઇ સરકાર સાથે ચર્ચા કરીશું. શક્ય હોય તેટલો વહેલો નિવેડો આવે તેવાં અમારા પ્રયાસ છે. હાર્દિક પારણાં કરે તે જ અમારી પ્રાયોરિટી છે. જો કે હાર્દિકે હાલ પારણાં કરવા માટેનો ઈન્કાર કર્યો છે. મનોજ પનારા સાથે સવારે બેઠક પણ કરી હતી. સરકારે પોતાનાં પ્રતિનિધી મોકલવા જોઇએ.

You might also like