હાર્દિકને સમજાવવા નરેશ પટેલ મેદાનમાંઃ પારણાં કરાવી શકશે?

અમદાવાદ: નરેશ પટેલ હાર્દિક પટેલને મળવા પહોંચ્યાં છે. નરેશ પટેલ ગ્રીનવુડ રીસોર્ટ પહોંચ્યા છે. નરેશ પટેલે ગ્રીનવુડ રીસોર્ટ પહોંચતા જણાવ્યું હતું કે હાર્દિકને મળી પારણા માટે મનાવવાના પ્રયાસ કરાશે. નરેશ પટેલે કહ્યું કે માતાજીને પ્રાર્થના કરૂ કે હાર્દિક પારણા કરે. સૂત્રોચ્ચાર સાથે નરેશ પટેલનું સ્વાગત કરાયું.

ખેડૂતોનાં દેવાં માફી અને પાટીદારોને અનામત આપવાના મુદ્દે ઉપવાસ પર ઊતરેલા પાસના કન્વીનર હાર્દિક પટેલને પારણાં કરાવવાના પ્રયાસો આજથી તેજ બન્યા છે. ગઇ કાલે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી બનવા માટે કાગવડ સ્થિત ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે તૈયારી દર્શાવી હતી.

જેના ભાગરૂપે આજે બપોરે નરેશ પટેલ હાર્દિક પટેલની મુલાકાત લેશે. હાર્દિકના જે પણ મુદ્દા છે તેના પર ચર્ચા કરી યોગ્ય મુદ્દો હશે તેને ચર્ચા કરી સરકારને રજૂઆત નરેશ પટેલ કરશે. ઉપવાસના ૧૪મા દિવસે હાર્દિક પટેલની તબિયત પણ વધુ લથડતાં હાર્દિકને સમજાવી આજે જ પારણાં કરાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે.

નરેશ પટેલ આ મામલે આજે બપોરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરે તેવી શકયતા છે. આજે સવારે ઝોન-૧ ડીસીપી જયપાલસિંહ રાઠોડે પણ હાર્દિક પટેલની ઉપવાસ છાવણીમાં જઇ તેની તેની તબીયત વિશે પૂછપરછ કરી હોસ્પિટલાઇઝ થવાની વાતચીત કરી હતી. ડોક્ટરો અને પાસની ટીમ સાથે પોલીસ સંપર્કમાં છે.

છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ પર ઊતરેલા હાર્દિક પટેલની સાથે રાજ્ય સરકારે તેની માગણીઓને લઇ કોઇ પણ વાતચીત કરી નથી. કોંગ્રેસના નેતાઓ દ્વારા ગઇ કાલે રજૂઆત પણ કરવામાં આવી હતી. હાર્દિક પટેલે પણ સરકારને વાતચીત કરવા માટે ર૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો ર૪ કલાકમાં સરકાર વાતચીત નહીં કરે તો તે જળ ત્યાગ કરશે.

તેમ જણાવ્યું હતું હાર્દિકનાં અલ્ટિમેટમ બાદ પણ સરકારે કોઇ વાતચીત ન કરતાં ગઇ કાલે હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો છે. હાર્દિક પટેલના ઉપવાસને લઇ ગઇ કાલે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી થવાની તૈયારી દર્શાવી હતી. ગઇ કાલે મોડી રાત્રે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક ટીમ અમદાવાદ ખાતે હાર્દિક પટેલની ટીમ સાથે મુલાકાત કરી હતી.

નરેશ પટેલે આજે જણાવ્યું હતું કે સમાજનો કોઇ દીકરો ઉપવાસ પર ઊતરે તો તેની ચિંતા ચોક્કસથી થાય. હાર્દિક પારણાં કરે તેના પ્રયાસો કરવામાં આવશે. હાર્દિકની તબિયત સારી થાય તેના માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. પાટીદાર સમાજના અગ્રણીઓ અને વડીલોને વિનંતી અને અપીલ કરતાં જણાવ્યું હતું કે તેઓ હાર્દિક સાથે ચર્ચા કરે. રાજકીય અને સામાજિક હિતમાં વાતચીતથી આ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

હાર્દિક સાથે મુલાકાત કરતાં પહેલાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કન્વીનરો, સ્વયં સેવકો સાથે મુલાકાત કરશે. હાર્દિકને મળી પારણાં કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. જે પણ મુદ્દાઓ છે તેની પાસના મિત્રો સાથે ચર્ચા કરવામાં આવશે. જે મુદ્દાઓ વાજબી અને યોગ્ય હશે તો તેની ચર્ચા યોગ્ય લાગશે તો સરકાર સુધી તેઓ પહોંચાડશે તેમ નરેશ પટેલે જણાવ્યું હતું.

હાર્દિક પટેલ સાથે ખોડલધામ ટ્રસ્ટની અમદાવાદની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે અને ચર્ચામાં જ્યારે હાર્દિક પાસની ટીમ સાથે મુદ્દાઓની ચર્ચા થાય ત્યારે કયો મુદ્દો લેવો જોઇએ અને કયો મુદ્દો ન લેવો તેની પણ ચર્ચા કરવામાં આવશે. હાર્દિક અને તેની ટીમ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લઇ સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.

હાર્દિકના ઉપવાસને લઇ નરેશ પટેલના મધ્યસ્થી થવાની વાતચીત મામલે ગઇ કાલે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ કુંભાણી ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મળ્યા હતા. તેઓને પ્રદીપસિંહે જણાવ્યું હતું કે જે કંઇ પણ હકારાત્મક નિર્ણય અને સમાધાન થતું હોય તો નરેશભાઇ ચોક્કસથી હાર્દિકને મળી આ મુદ્દાઓનો નિર્ણય લાવી શકે છે.

નરેશ પટેલે પાટીદાર સમાજને અપીલ કરતાં જણાવ્યું હતું કે બધા માતાજીને પ્રાર્થના કરે કે હાર્દિક પટેલ આજે પારણાં કરી લે. પાટીદાર સમાજને અનામત મામલે તેઓએ જણાવ્યું હતું કે દરેક સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનામત મળવી જોઇએ અને તે જ રીતે આજે તેઓ હાર્દિક સમજાવશે જ્યાં પણ કાયદાકીય રીતે પ્રક્રિયા ચાલી રહી છે તેને કઇ રીતે વેગ આપી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવશે. હાર્દિકે બધા સમાજને સાથે લઇ નાના મોટા પ્રશ્નોને લઇ ઉપવાસ આંદોલન કર્યું છે.જ્યારે સાચો મુદ્દો સમાજ પાસે

You might also like