BJPના પ્રચાર અર્થે સુપરસ્ટાર નરેશ કનોડિયા બનાસકાંઠામાં, દાંતીવાડામાં સભા સંબોધી

બનાસકાંઠામાં ભાજપના પ્રચાર અર્થે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા દાંતીવાડા પહોંચ્યા હતા. દાંતીવાડા હેલીપેડ પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નરેશ કનોડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.

રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો તો બીજી તરફ કોંગ્રેસ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વધારેમાં વધારે મતદારો આકર્ષિત કરવા માટે ભાજપના નરેશ કનોડિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નરેશ કનોડિયાએ દાંતીવાડા ખાતે સભાને સંબોધિત કરી હતી. બનાસકાંઠામાં નરેશ કનોડિયાએ ભાજપ તરફી પ્રચાર કર્યો હતો. નરેશ કનોડિયાએ હેલિકોપ્ટર દ્વારા જિલ્લાના વિવિધ શહેરોમાં કમળ માટે પ્રચાર કર્યો હતો.

You might also like