મોદી સરકારે ૩૩ નકામા અધિકારીઓને સમય પહેલાં ફરજિયાત નિવૃત્ત કરી દીધા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એ વાતનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કામ નહીં કરતા અધિકારીઓને છોડવામાં આવશે નહીં. આ પ્રકારના કડક વલણ સાથે મોદી સરકારે પ્રથમ વાર ૩૩ ટેક્સ અધિકારીઓને સમય પહેલાં ફરજિયાત નિવૃત્ત (પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ) લઇ લેવા આદેશ કરી દીધો છે, જેમાં સાત અધિકારીઓ ગ્રૂપ ‘એ’ના છે.
અહેવાલો અનુસાર આ અધિકારીઓ પર યોગ્ય રીતે કામ નહીં કરવાનો આરોપ હતો. છેલ્લાં બે વર્ષમાં વિભાગીય તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી હેઠળ આવા ૭ર અધિકારીઓને નોકરીમાંથી પા‌િણચું પડકાવી દેવામાં આવ્યું છે, જોકે આ પ્રથમ ઘટના છે કે જ્યારે અધિકારીઓના આટલા મોટા જૂથ સામે સામૂહિક કાર્યવાહી કરવામાં આવી છે.

મહેકમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય માન્યતા એવી હતી કે ખોટું કરનારા ટેક્સ અધિકારીઓ વિરુદ્ધ તેમની નિષ્ક્રિયતા અને ટેક્સની આકારણી દરમિયાન લોકોને બિનજરૂરી હેરાન-પરેશાન કરવા માટે આવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ મોદી સરકારે આ માન્યતાને દૂર કરવા માટે આવી કાર્યવાહી કરી છે. આ અધિકારીઓને સીસીએસ (પેન્શન) રૂલ્સના નિયમ-પ૬ (જે) હેઠળ સમય પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે.

You might also like