ડિજિધન યોજનાએ બનાવ્યા કરોડપતિ, 1590 ખર્ચીને મહારાષ્ટ્રની શ્રદ્ધા બની કરોડપતિ

મુંબઇઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ડિજિધન યોજના વિજેતાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની શ્રદ્ધાએ 1 કરોડ રૂપિયા ઇનામમાં મળ્યાં છે. તેણે માત્ર 1500 રૂપિયાની ચૂકવણી કરી હતી. કેન્દ્ર સરકારે આ યોજના ગત 25 ડિસેમ્બરથી શરૂ કરી હતી. શ્રદ્ધા મોહન મહારાષ્ટ્રના લાતૂરમાં રહે છે. તેના પિતાની નાની કરિયાણાની દુકાન છે.

તમિલનાડુના વેસ્ટ તાંબરના જીઆરટી જ્વેર્સે ICIC દ્વારા માત્ર 300 રૂપિયાની ચૂંકવણી કરીને 50 લાખ રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કર્યું છે. જેમને એમ.ડી. રાધાકૃષ્ણના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યું છે. તેમણે ઇનામમાં પ્રાપ્ત કરેલા રકમને ગંગાની સફાઇ માટે દાન કરી દીધી છે. બીજુ ઇનામ થાણેની રાગિણી રાજેન્દ્ર ઉત્તેકરને મળ્યો છે. જેમણે પીએનબી દ્વારા માત્ર 510 રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે ત્રીજુ ઇનામ શેખ રફીને મળ્યું છે. જેમણે 2000 રૂપિયાની ચૂકવણી કરી હતી. જેની સામે તેમને 12 લાખ રૂપિયા ઇનામ પ્રાપ્ત થયું છે.


25 ડિસેમ્બર 2016થી કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને વધારવા માટે આ રીતની યોજના શરૂ કરી હતી. કેન્દ્ર તરફથી લકી ગ્રાહક યોજના અને ડિજિધન વ્યાપાર યોજનાની શરૂઆત થઇ હતી. ડિજિધન વ્યાપાર યોજના અંતર્ગત 16 લાખ લોકોને 258 કરોડ રૂપિયા જીતાડવામાં આવ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like