પીએમ મોદી આજે 18મી વખત કરશે ‘મનની વાત’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સમક્ષ 18મી વખત ‘મનની વાત’ કરશે. આ કાર્યક્રમને આકાશવાણી તેમજ દૂરદર્શનના દરેક ચેનલ પરથી પ્રસારીત કરવામાં આવશે. જોકે પીએમ મોદીના ‘મનની વાત’ કાર્યક્રમ પર કોંગ્રેસે ચૂંટણી આયોગમાં રોક લગાવાની માગ કરી હતી. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાથી મતદારો પર તેની અસર પડે તેમ જણાવ્યું હતું. પરંતુ ચૂંટણી આયોગે રોક લગાવનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ચૂંટણી આયોગે ‘મનની વાત’ માં આચાર સંહિતાનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં 4 એપ્રિલથી 16 મે વચ્ચે વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર સંહિતા લાગુ હોવાથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે વડા પ્રધાનના નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમના પ્રસારણ માટે અગાઉથી ચૂંટણી આયોગથી મંજૂરી મેળવી લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મનની વાત’ની 18મી કડી છે. ગત કાર્યક્રમમાં પીએમ મોદીએ ખાદીને પ્રોત્સાહન તેમજ ખેડૂતો માટેની પાક વિમા યોજના જેવા મુદ્દાઓ પર પોતાના મનની વાત કહી હતી.

You might also like