પીએમ મોદી બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને અમેરિકા જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ માર્ચથી શરૂ થતી પોતાની ત્રણ દેશોની યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા પણ જશે. આ યાત્રા દરમિયાન તેઓ અણુ સુરક્ષા સંમેલનમાં હાજરી આપવા અમેરિકા પણ જશે. આ કાર્યક્રમમાં પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ પણ હાજરી આપશે.

મોદીનો પ્રવાસ ૩૦ માર્ચથી શરૂ થશે. તેઓ ભારત-ઈયુ સમિટમાં હાજરી આપવા બેલ્જિયમ જશે. ૩૧મી માર્ચે તેઓ વોશિંગ્ટનમાં એનએસએસ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ દ્વિપક્ષીય મંત્રણા માટે બે એપ્રિલના રોજ બે િદવસની યાત્રા પર સાઉદી અરેબિયા જશે. મોદી સાઉદી નેતાઓ સાથે પ્રાદેશિક અને વ્યાપાર તેમજ ઊર્જા સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરશે. પ્રદેશની વર્તમાન સ્થિતિ અને સાઉદી અરેબિયા તેમજ ઈરાન વચ્ચેના તંગ સંબંધોને જોતાં મોદીની આ યાત્રાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સાઉદી અરેબિયા ભારતને સૌથી વધુ ક્રૂડ ઓઈલ પૂરું પાડે છે. સાઉદી અરેબિયા દ્વારા ભારતની ક્રૂડ તેલની ૨૦ ટકા જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો પણ વસે છે. સાઉદી અરેબિયા જતાં પહેલાં વડા પ્રધાન એનએસએસ માટે વોશિંગ્ટન જશે. જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન સહિત ૫૦ દેશના નેતા હાજર રહેશે.

You might also like