પીએમ મોદીએ લીઘી ઓલમ્પિક એથલીન્ટો સાથે સેલ્ફી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અહીંયા રિયો ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીઓ એથલીન્ટો સાથે મળીને શુભેચ્છા પાઠવી અને સારું પર્ફોમન્સ આપવા તેમના જુસ્સામાં વધારો કર્યો. મોદીએ બ્રાઝીલ ના રિયોડી જેનેરોમાં ઓગસ્ટમાં થનારી ઓલ્મિપક ગેમોમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા આ એથલીન્ટો સાથે મુલાકાત કરી અને એથલીન્ટો સાથે સેલ્ફી પણ પડાવ્યો. કેન્દ્રીય મંત્રાલય તરફથી આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં રમત મંત્રી જિતેન્દ્ર સિંહ તેમજ ઘણી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો અને અન્ય અધિકારીઓ હાજર હતા જેઓએ પ્રધાનમંત્રી સાથે ફોટો પડાવ્યો હતો તથા એક એક કરીને મોદીએ બધા ખેલાડીઓ સાથે
હાથ મળાવ્યો હતો.

એથલીન્ટોમાં પણ પ્રધાનમંત્રીને મળવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો તે લોકોએ તેમના રેકેટ અને હોકી સ્ટીક પર પ્રધાનમંત્રીનો ઓટોગ્રાફ લીધો હતો. ઓલમ્પિક ગેમ રિયો ડી જેનેરોમાં પાંચથી 21 ઓગસ્ટ સુધી હશે. ભારતના લગભગ 100 એથેલીટ 13 વિવિધ રમતોમાં રિયો માટે અત્યાર સુધી રમતમાં ક્વોલીફાય કરી ચૂક્યા છે અને કેટલાક લોકોને આવનારા દિવસોમાં ક્વોલીફાય કરશે. ભારત તરફથી ઓલમ્પિકમાં ભાગ લેનારો આ અત્યાર સુધીનું સૌથી મોટું દળ છે.

પ્રધાનમંત્રીએ ત્યારબાદ ખેલાડીઓની વચ્ચે જઇને પણ વાત કરી તો કેટલાક લોકોએ મોદી સાથે જઇને સેલ્ફી પણ પડાયો જો કે કેટલાક એથલીટ વિદેશમાં ટ્રેનિંગ કરી રહ્યા છે જેના કારણે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે નહીં. ભારત પહેલી વખત ઓલમ્પિક રમતોમાં 100થી વધારે એથલીટોનું દળ ઉતારવા જઇ રહ્યો છે. આ પહેલા 2012ના લંડન ઓલમ્પિક રમતમાં 83 એથલીટોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખેલમંત્રી અને ભારતીય ઓલમ્પિક સંઘ અનુસાર ઓલમ્પિકો માટે હજુ બીજા એથલીટ ક્વોલીફાય કરી શકો છો અને આશરે 110 ખેલાડીઓની રિયો જવાની આશા છે.

You might also like