મોદી ભક્તોએ મારા હેન્ડીકેપ પુત્રને ગાળો આપી : અરૂણ શૌરી

નવી દિલ્હી : પૂર્વકેન્દ્રીય મંત્રી અને અરૂણ શૌરીએ કહ્યુંકે ભાજપ અને મોદી વિરુદ્ધની ટીપ્પણીથી ખફા કાર્યકરોએ તેનાં હેન્ડીકેપ પુત્ર સાથે ગેરવર્તણુંક કરી હતી. સમર્થકોએ ટ્વિટર પર તેમની તથા તેના પુત્ર અંગે બિભત્સ શબ્દો પ્રયોજ્યા હતા. અરૂણ શૌરીએ એક ચેનલ પર ચાલી રહેલી ડિબેટમાં જણાવ્યું કે તેને મોદી વિરુદ્ધની ટીપ્પણી ભારે પડી. તેને સોશ્યલ મીડિયા પર ગંદી ગાળોનો સામનો કરવો પડ્યો હતો.

શૌરીનું કહેવું હતું કે હિન્દુત્વનાં એજન્ડાએ કામ કર્યું નહી. તેમણે કહ્યું કે આપણે બધાએ બિહારનાં લોકોનો આભાર માનવો જોઇએ. દેશ જે દિશાની તરફ જઇ રહ્યો છે બિહાર ચૂંટણી પરિણામોએ તે પરિણામોને રોકવાનું કામ કર્યું છે. ટ્વિટર પર મને અને મારા હેન્ડીકેપ પુત્રને ગાળો આપવામાં આવી. જે બેવકુફોએ આ કર્યુંવડાપ્રધાન મોદી તેને સોશ્યલ મીડિયા પર ફોલો કરે છે. તમે મને તે સમજાવી દો, હું તમને કહુ તો તમે પણ ડરી જશો. તેણે કહ્યું કે તેમનો પુત્ર મેન્ટલ છે તે વધારે મેન્ટલ બનશે. બિહારનાં લોકોએ દેશને આ દિશામાં જતા અટકાવ્યો છે.
આ અંગે ભાજપે ખેદ વ્યક્ત કર્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે શૌરી સાથે આવો વ્યવહાર દુખની બાબત છે, પરંતુ મોદીએ હંમેશાથે પોતાનાં ચાહકોને અપીલ કરી છે કે સોશ્યલ મીડિયા પર હંમેશા સંયમીત વ્યવહાર કરવો જોઇએ. જે અંગે શૌરીએ કહ્યું કે મને જે લોકોએ પરેશાન કર્યો તેને મોદી પોતે ફોલો કરે છે. મારા અનુસાર ફોલો કરવું એટલે પ્રોત્સાહીત કરવું, તેઓ આવું કરે છે કારણ કે તેઓ જાણે છે કે માલિક જોઇ રહ્યો છે.

You might also like