અલ્હાબાદના સંગમ સ્થળે આજે મોદીની પરિવર્તન રેલી

અલ્હાબાદ: ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં ગઈ કાલથી શરૂ થયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકા‌િરણી બેઠકના બીજા દિવસે આજે અલ્હાબાદના સંગમ સ્થળે મોદીની પરિવર્તન રેલી યોજાશે. રેલી બાદ મોદી જનતાને સંબોધશે. આ રેલીને યુપી િવધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનની શરૂઆત માનવામાં આવી રહી છે. આ માટેના તમામ તૈયારી સંપન્ન થઈ ગઈ છે.

વડા પ્રધાન મોદી ગઈ કાલે અલ્હાબાદ પહોંચી ગયા હતા અને ભાજપની રાષ્ટ્રીય કાર્યકા‌િરણી બેઠકને સંબોધી હતી. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપી સરકારને િનશાન બનાવતાં રાજ્યની કાયદા-વ્યવસ્થા સામે અનેક સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુપીમાં માફિયા રાજ છે. મથુરા અને કૈરાના કેસ બદલ રાજ્ય સરકાર સીધી જવાબદાર છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભાજપના અધ્યક્ષ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનને સફળ ગણાવ્યું છે અને આ બે વર્ષમાં વિશ્વમાં ભારતનું માન વધી ગયું છે તેવો દાવો તેમણે કર્યો છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે અેવો આક્ષેપ કર્યો હતો કે અગાઉની યુપીએ સરકારમાં દરેક પ્રધાન તેમને વડા પ્રધાન સમજતા હતા અને વડા પ્રધાનની કોઈ ગણતરી કરતા ન હતા. તે વખતની સરકાર પો‌િલસી પેરેલિસિસનો ભોગ બની હતી. મોદી સરકારમાં દેશનો વિકાસદર ૭.૬ ટકાએ પહોંચી ગયો છે. અમે યુપીમાં ચૂંટણી જીતવા સખત મહેનત કરીશું.

You might also like