પીએમ મોદીએ સેનાને આપી છૂટ, આપો વળતો જવાબ

નવી દિલ્હીઃ ભારતીય જવાનો સાથે બર્બરતા અપનાવનાર પાકિસ્તાની સેના સામે દેશભરના લોકોનો આક્રોશ છે. સમગ્ર દેશ મોદી સરકાર પાસે પાકિસ્તાનને જળબાતોડ જવાબની આશા રાખી રહી છે. ત્યારે સેના અને સરકારાના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કૃષ્ણા ઘાટીની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઇ ગઇ છે. પીએ મોદીએ સેનાને પાકિસ્તાનને જળબાતોળ જવાબ આપવા માટે લીલીઝંડી આપી દીધી છે.

કૃષ્ણા ઘાટીમાં બોફોર્સ તોપ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ લગભગ 4 હજારથી વધારે જવાન સરહદ પર યુદ્ધસ્તરીય તૈયારી સાથે માનસિકતાથી પણ મક્કમ થઇ ગયા છે. જ્યારે રક્ષામંત્રી અરૂણ જેટલીએ સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવતને સ્પષ્ટ શબ્દોમાં એમ કહ્યું છે કે પડોશીને જે ભાષા સમજમાં આવે તે જ ભાષામાં જવાબ આપવો.  સેના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનને એ બાબતનો ખ્યાલ છે કે તેમણે જે પણ કહ્યું છે તેનો ભારત તરફથી વળતો જવાબ મળવાનો છે. પરંતુ અહીંથી જે જવાબની તૈયારીઓ થઇ રહી છે તેનાથી પાકિસ્તાન અજાણ છે.

તો આ તરફ સેના અધ્યક્ષ રાવતે જણાવ્યું છે કે સેના ક્યારે પણ પોતાની યોજના જણાવતી નથી. પ્લાન એક્ઝીક્યુટ થઇ જાય પછી જ તે જણાવે છે. આ રીતની કાર્યવાહી થાય તો અમે જવાબી કાર્યવાહી કરીએ છીએ. સેનાઅધ્યક્ષના આ નિવેદન બાદ જાણી શકાય છે કે પાકિસ્તાનની આ હરકત પર સેના ચુપ નહીં બેસે.

http://sambhaavnews.com/

 

You might also like