રાજ્યસભામાં વિપક્ષી નેતાઓને જઇને મળ્યા વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં આઝે વિપક્ષી નેતાઓને મળ્યા હતા. ઉચ્ચ સદનની બેઠક ચાલુ થયાનાં થોડા સમય પહેલા આવેલા વડાપ્રધાન મોદી પોતાની સીટ પર બેસવાનાં બદલે વિપક્ષી સભ્યો તરફ આગળ વધ્યા હતા.સૌથી પહેલા તેમણે પ્રખ્યાત હોકી ખેલાડી અને બીજદનાં દિલીપ તિર્કીની સાથે હાથ મિલાવ્યો હતો. તૃણમુલ કોંગ્રેસનાં સુખેંદુ શેખરનું પણ હાથ જોડીને અભિવાદન કર્યું હતું. મોદી થોડા અંતરે ઉભેલા માકપાનાં સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત કરી અને તેમના ખભે હાથ મુકીને તેમની સાથે ચર્ચા કરી.

મોદીએ બસપા પ્રમુખ માયાવતીનું અભિવાનદ કર્યું અને તેની પાછળ ઉભેલા સતીષ મિશ્રા સાથે હાથ મિલાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન કોંગ્રેસનાં નેતા એ.કે એન્ટની તથા આનંદ શર્માને મળ્યા હતા. પછી તેઓ પોતાનાં સ્થાન તરફ જવા લાગ્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસનાં પ્રમોદ તિવારી સાથે હાથ મિલાવ્યો હતો. સદનની બેઠક ચાલુ થતાની સાથે જ સભાપતિ હામિદ અંસારીએ પાંચ સભ્યો સુખદેવસિંહ ઢીંઢસા, સ્વપ્ન દાસગુપ્તા, ડૉ.નરેન્દ્ર જાધવ, એમ.સી મેરીકોમ અને સુબ્રમણ્યમ સ્વામીને ઉચ્ચ સદનનું સભ્યપદનું શપથ અપાવ્યું.

તમામ સભ્યોએ શપથ લીધા બાદ વડાપ્રધાનનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. સભ્યોએ શપથ લીધા બાદ મોદી સદનમાંથી બહાર નિકળી ગયા હતા. જો કે મોદીનો આ અંદાજ પક્ષનાં તથા વિપક્ષનાં તમામ લોકોને પસંદ આવ્યો હતો. જો કે આ પ્રકારનું લગભગ ભારતનાં ઇતિહાસમાં પ્રથમવાર બની રહ્યું હોય તેવું કહી શકાય.

You might also like