પીએમ મોદીએ સેનાના ત્રણેય પાંખના પ્રમુખ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી : ઉરી હુમલા બાદ કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના ત્રણેય પાંખના વડા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. સૂત્રોને મળતા અહેવાલ મુજબ આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના પ્રમુખો સાથે ઉરી હુમલા બાદ વર્તમાન પરિસ્થિતિને લઇને સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. તે સાથે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની પ્રતિક્રિયા અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.

નૌસેના પ્રમુખ સુનીલ લાંબાના સ્થાને બેઠકમાં વાઇસ ચીફ ઓફ નવલ સ્ટફ હાજર રહ્યાં હતા. ત્રણેય સેનાના પ્રમુખ સાથે આ બેઠક પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે કાશ્મીરના ઉરીના આર્મી બેસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં 18 જવાન શહીદ થયા હતા.

You might also like