લોકસભામાં PM મોદીએ 3 મિનીટ સુધી જોડી રાખ્યા સોનિયા ગાંધી સામે હાથ

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થાય એ પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વિપક્ષના અન્ય નેતાઓની સીટ પર જઇને એ લોકા સાથે મુલાકાત કરી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાની આશરે 8 મિનીટ પહેલા ગૃહમાં પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ સીટ પર બેસતાં પહેલા પહેલી લાઇનમાં બેઠેલા વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી.

કાળાનાણાં પર અંકુશ લગાવવા માટે 500 તથા 1000 રૂપિયાની નોટોને પ્રચલનથી બહાર કરવાની જાહેરાત બાદ ભારે વિરોધનો સામનો કરી રહેલા મોદી વિપક્ષના અન્ય નેતાઓને મળીને કોંગ્રેસ અધ્યક્ષની નજીક પહોંચ્યા અને આશરે 3 મિનીટ સુધી હાથ જોડીને તેમની સાથે વાતચીત કરતાં રહ્યા.

આ દરમિયાન પ્રધાનમંત્રીની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ તથા સંસદીય કાર્યમંત્રી અનંત કુમારએ પણ વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી. વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત બાદ મોદી સત્તા પક્ષ તરફ ગયા અને આગળની લાઇનમાં બેઠેલા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા અન્ય નેતાઓને મળ્યા.

You might also like