પીએમ મોદી કરશે રેડિયો પર ‘મનની વાત’, સચિન તેડૂંલકર અને વિશ્વનાથ આનંદ રહેશે હાજર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આકાશવાણી પર બાળકોની બોર્ડની પરીક્ષાને લઇને મનની વાત કરશે. આ કાર્યક્રમની આ 17મી કડી છે. આજના કાર્યક્રમની ખાસ વાત એ છે કે આજે રેડિયો પર પીએમની સાથે ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડૂલકર અને ઇન્ડિયાના માસ્ટર માઇન્ડ એવા ચેસના ખેલાડી વિશ્વનાથન આંનદ સહિત ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહેશે. આજના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી બોર્ડની પરીક્ષાને લઇને પોતાના વિચારો રજૂ કરશે. પીએમ મોદી એ આ અંગે ટવિટર પર જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પરના આ કાર્યક્રમ દ્વારા અલગ-અલગ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કરે છે. આ કાર્યક્રમ સવારે 11 વાગે આકાશવાણી તેમજ દૂરદર્શનની દરેક ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે. ગત કાર્યક્રમમાં પીએમ મોદીએ 10 તેમજ 12માં ધોરણની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ પાસેથી વિચારોની આપ-લે કરવા જણાવ્યું હતું. જેનાથી હાલમાં યોજનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમૂક્ત થઇને પરીક્ષા આપી શકે.

You might also like