મોદીએ કરી ‘મનની વાત’: ઉરી હુમલાના દોષીઓને સજા મળશે, સેના બોલતી નથી, પરાક્રમ કરે છે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે રેડિયો પર ‘મની કી બાત’ કરી. પીએમએ રેડિયો પર મનની વાતની શરૂઆત ઉરી પર થયેલા આતંકી હુમલાને લઇને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો હવે શાંતિ ઇચ્છે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણને ભારતીય સેના પર વિશ્વાસ છે. પીએમએ ભારતીય પેરાલિમ્પિક ખેલાડીઓને તેમના પ્રદર્શન પર શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને નવસારીના થયેલા અનુભવ અંગે જણાવ્યું હતું. પીએમ મોદીએ 24મી વખત રેડિયો પર સંબોધન કર્યું હતુ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર કરી ‘મનની વાત’…

 • ઉરીમાં શહીદ થયેલાજવાનોને પીએમએ આપી શ્રધ્ધાંજલી
 • ભારતીય સેના ઉપર અમને ગર્વ છે
 • કાશ્મીરના લોકો દેશવિરોધી તાકાતને સમજે છે
 • મને વિશ્વાસ છે કે દરેક સમસ્યાનું સમાધાન સાથે મળીને શોધીશું
 • કાશ્મીરની ભાવિ પેઢી માટે ઉત્તમ માર્ગ શોધીશું
 • કાશ્મીરમાં ધીમે ધીમે બધું થાળે પડી રહ્યું છે
 • કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે
 • નવસારીમાં મને અદ્દભુત અનુભવ થયો
 • અંધ દીકરીઓએ મને પુરી રામાયણ સંભળાવી
 • નવસારીમાં નોંધાયેલા વર્લ્ડ રેકર્ડનો ઉલ્લેખ કર્યો
 • દેશના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતા વધી
 • સ્વચ્છતા દરેક વ્યક્તિનો સ્વભાવ બનવો જોઇએ
 • દેશ સ્વચ્છતા તરફ આગળ વધી રહ્યો છે
 • સ્વચ્છતા માટે 1969 હેલ્પલાઇન નંબર
 • સ્વચ્છતા માટે રેવન્યુ મોડેલ પણ અનિવાર્ય
 • 2 ઓક્ટોબરે સફાઇ અભિયાન કાર્યક્રમમાં લોકો જોડાય
 • ગ્રામીણ ભારતમાં લગભગ અઢી કરોડ શૌચાલય બન્યા
 • ગાંધી જયંતી પર સ્વચ્છ ભારત અભિયાનના બે વર્ષ પૂર્ણ થાય છે
 • પેરાલિમ્પકમાં ખેલાડીઓએ ભારતનું ગૌરવ વધાર્યું
 • પેરાલિમ્પિકના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
 • પેરાલિમ્પિકથી દિવ્યાંગો પ્રત્યે લોકોની વિચારધારા બદલાઇ
 • પીએમ મોદીએ લાલબહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીજીને યાદ કર્યા
 • દેશમાં ઓડીએફનો અભિયાન ચાલી રહ્યો છે
 • મીડીયાએ પણ સકારાત્મક ભૂમિકા નિભાવી છે

 

 

You might also like