pm મોદીએ રાજઘાટ જઇને બાપૂને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પીએમ મનમોહવૉન સિંહ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સહિત અન્ય નેતાઓએ રવિવારે સવારે પાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને 147મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. નેતાઓએ વિજય ઘાટ પર પૂર્વ પ્રધાનમંત્રી લાલા બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ પણ બાપૂને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો. શનિવારે સાંજે રાષટ્રપતિને યાદ કરતાં તેમણે કહ્યું કે, ‘ગાધીજીએ આપણને સદભાવ સાથે રહેતા શીખવ્યું છે. ગાંધીજીએ આપણને કહ્યું હતું કે કેવી રીતે સામાન્ય લોકો સામાજિક અને રાજનિતીક ફેરફઆર માટે કામ કરી શકે છે.’

બીજી બાજુ, ભારત રવિવારે પેરિસ ક્લાઇમેન્ટના કરારને મંજૂરી આપશે. એ પહેલા શનિવારે રાષ્ટ્રપતિ પ્રણવમુખર્જીએ આ કરાર પર સહી કરી દીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બરે કહ્યું હતું કે મહાત્મા ગાંધઈની જયંતિ પર તે પેરિસ ક્લાઇમેન્ટ કરારને લાગૂ કરશે.

You might also like