વિદેશી સમાચારપત્રોએ મોદીને ગણાવ્યા તાનાશાહ

ન્યૂયોર્ક: દુનિયાના બે મોટા સમાચાર પત્રોએ મોદી સરકારને તાનાશાહી પ્રવૃતિના ગણાવતાં આકરી ટીકા કરી છે. સમાચારપત્રમાં થોડા દિવસો પહેલાં નવી દિલ્હી પાસે મારવા માટે આતુર માનસિકતાવાળી ભીડ માટે સરકારને જવાબદાર ગણાવી છે.

ન્યૂયોર્ક ટાઇમ્સ (એનવાઇટી)એ પોતાના એક ઓપએડમાં કહ્યું કે ‘ભારત અભિવ્યક્તિની સ્વતંત્રતાના હિમાયતીઓ વચ્ચે હિંસક ઝડપની વેદના સહન કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુ અધિકાર પર તેના રાજકીય સહયોગી તેને શાંત કરવા માટે આતુર છે.’’ તેણે કહ્યું હતું કે સંઘર્ષે મોદીના શાસન વિશે ગંભીર ચિંતાઓ ઉઠાવી છે. આ આર્થિક સુધારાઓ પર સંસદમાં કોઇપણ પ્રગતિના માર્ગમાં વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે.

સમાચાર પત્રએ એક અલગ લેખમાં દેશદ્રોહના આરોપમાં જેએનયૂના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારની ધરપકડ બાદ દિલ્હીમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ કહ્યું છે કે ‘કોર્ટો પણ સુરક્ષિત સ્થળ નથી, રાજ્ય કે ભાજપને પડકાર પોતાને જ મુશ્કેલીમાં મુકી શક્યા છે.

આ લેખને ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાએ રીટ્વિટ કરતાં પોતાની ટિપ્પણીમાં કહ્યું કે ‘ભારતમાં દેશદોદ્ર માટે કઇ વસ્તુઓ છે….ઉગ્ર રાષ્ટ્રવાદ સરળતાથી હિંસા, ગુંડાગીરી તરફ જમાનો વળી રહ્યો છે.

ફ્રાંસના મુખ્ય સમાચાર પત્ર ‘લ મોંડ’એ એક એડીટોરિયલમાં કહ્યું છે કે મોદીના સત્તામાં આવ્યા બાદ ભારતીય લોકતંત્રના આકાશમાં વાદળો છવાયા છે. તેણે કહ્યું કે દેશદ્રોહના આરોપમાં એક વિદ્યાર્થી નેતા અને પૂર્વ પ્રોફેસરની ધરપકડની ટીકાને ચૂપ કરવા માટે આતુર હિંદૂ રાષ્ટ્રવાદી સરકારની ‘તાનાશાહ પ્રવૃત્તિ’નું તાજું ઉદાહરણ છે. એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે એ જોવું વિરોધાભાસી છે હિન્દૂ રાષ્ટ્રવાદી ભારતીય ધ્વજનો બચાવ કરી રહ્યાં છે. તેમણે પોતાના ભગવા ધ્વજને તેનાપર મહત્વ આપતાં લાંબા સમય સુધી અંતર જાળવી રાખ્યુ6.

ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું કે ફટકારીને મારી નાખવા માટે આતુર માનસિકતા ધરાવનાર ભેડની જવાબદારી મૂળ રૂપે મોદી સરકાર પર જ છે. ભારતીય નાગરોકો પાસે પોતાના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવા માટે સરકારી ધમકીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે. સમાચારપત્રએ મોદી પાસે પોતાના મંત્રીઓ અને પાર્ટીને કાબૂ કરવા અને હાલના સંકટને ખતમ કરવાની સલાહ આપી છે.

You might also like