લાલ કિલ્લા પરથી PM મોદીનું રાષ્ટ્રને સંબોધન, નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન: PM

સમગ્ર દેશમાં આજે 72માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને ફરકાવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વતંત્ર દિવસની શુભેચ્છા આપી. લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્ય ભારત યોજના લોન્ચ કરી. પીએમ મોદીએ જનઆરોગ્ય અભિયાનની શરૂઆતની જાહેરાત કરી. 10 કરોડ પરિવારને આ યોજનાનો લાભ મળશે. પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી દિવસે  આ યોજનાનો પ્રારંભ થશે

PM મોદીએ સ્વતંત્રતા પર્વની દેશવાસીઓને આપી શુભકામના
આજનો દિવસ નવી ઉર્જા લઈને આવ્યો છે
દેશમાં નવી ઉમંગ નવી ઉત્સાહ દેખાઇ રહ્યુ
આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે: PM
સંકલ્પ સાથે સપનાઓ થશે પૂર્ણ: PM

દેશની પુત્રીઓએ સાત સંમદર પાર કર્યુ -મોદી
આદિવાસી બાળકોએ એવરેસ્ટ પર ધ્વજ ફરકાવી દેશનું નામ રોશન કર્યુ
દિકરીઓ દેશનું નામ રોશન કર્યુ: PM
ભારત વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

વિશ્વના કોઇ પણ ખુણામાં ભારતવાસીઓ ત્રિરંગો ફરક્વયો-PM
આઝાદીના વીર શહીદોના નમન પુર્વક શ્રધ્ધાજંલિ અર્પણ
OBC પંચને સંવૈધાનિક દરજ્જો અપાયો
સેના, પોલીસ, અર્ધલશ્કરી દળના જવાનોને વંદન
પુર પ્રભાવિત પરિવારના દુખમાં હુ ઉભો છુ: PM
દેશ બે ગણા હાઈ-વે બનાવી રહ્યુ છે: PM
નવા IIT, નવા AIIMS બની રહ્યા છે: PM
દેશમાં અનાજનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયુ: PM
દેશ ઉમંગ, ઉત્સાહ સાથે આગળ વધી રહ્યો છે: PM
PM મોદીએ ગુજરાતી કહેવતને કરી યાદ
નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન: PM

ઉત્તર-પૂર્વ ભારતમાં વિજળી પહોચાડ્યા છે: PM
ઉત્તર-પૂર્વ ભારતમાં સ્પોર્ટસ યનિવર્સિટી ખૂલી રહી છે: PM
ઉત્તર-પૂર્વ ભારતના ખેલાડીઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે: PM
દેશમાં 13 કરોડ મુદ્રા લોન આપવામાં આવી: PM
વૈજ્ઞાનિકોએ દેશનું નામ રોશન કર્યુ: PM
ભારતને વિશ્વની સંસ્થાઓમાં મળ્યુ સ્થાન: PM
વિશ્વમાં ભારતના પાસપોર્ટની તાકત વધી ગઇ છે: PM
આવતા ત્રણ દાયકા સુધી ભારત વિશ્વની અર્થવ્યવસ્થાને મજબુત કરશે: PM

25 સપ્ટેબરના પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન લોન્ચ થશે: PM
પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી દિવસે યોજનાનો થશે પ્રારંભ: PM
આયુષ્માન યોજના હેઠળ 10 લાખ પરિવારને લાભ મળશે: PM
સુપ્રીમ કોર્ટના જજ તરીકે હાલમાં જ ત્રણ મહિલાઓ શપથ લીધા
2022 સુધીમાં દરેક ગરીબને ઘર આપવામાં આવશે
સેનામાં શોર્ટ સર્વિસ કમિશનમાં મહિલાઓની થશે ભરતી:PM
દેશમાં ટેક્સ આપનારની સંખ્યામાં વધારો થયો:PM
1 વર્ષમાં 1કરોડ 16 લાખ ટેક્સ ધારકોએ ટેક્સ ભર્યો:PM

You might also like