મલેશિયા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોને સંબોધન કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા મલેશિયાના પ્રવાસે છે. પીએમ મોદીએ ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લઇ આસિયાન દેશોનો સંયુક્ત ઘોષણાપત્ર રજૂ કર્યો હતો. જો કે દેશના તમામ લોકોની નજર તેના પર છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર ખાતે ભારતીય સમુદાયને સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આર કે મિશન ખાતે સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ પણ કરશે. ત્યારબાદ એમઆઇસીસીમાં લોકો સાથે મુલાકાત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાથી સિંગાપુરના પ્રવાસે જશે. તેઓ ત્યાં પણ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે.

You might also like