ભરોસાને તાકાતમાં બદલવા PM મોદીએ ચીનને આપ્યા પાંચ મંત્ર

ડોકલામ વિવાદ બાદ વુહાનમાં વસંત જોવા મળી. ચીનના વુહાન ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. પ્રથમ વખત બંને દેશના નેતાઓ વચ્ચે યોજાઇ રહેલી અનૌપચારિક શિખર બેઠકમાં થોડા મહિના અગાઉ થયેલી તકરાર જોવા મળી નહોતી, માત્ર ભરોસાના વાત થઇ રહી છે. બંને દેશ સાથે મળીને દેશ અને દુનિયા બદલવાની વાત કરવામાં આવી રહી છે.

બંને નેતાઓ વચ્ચેની પ્રથમ અનૌપચારિક શિખર વાર્તા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના વિચાર રજૂ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ન્યૂ ઇન્ડિયાના પ્રયત્નોની સરખામણી જિનપિંગના ન્યૂ ઇરાના સપના સાથે કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જુલાઇમાં જ્યારે ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઇ હતી અને આપણી વચ્ચે અનૌપચારિક વાતચીતનો વિષય રજૂ થયો હતો ત્યારે આજે તમે આ અનૌપચારિક શિખર વાર્તાને લઇને નિમંત્રણ આપ્યું અને એક શાનદાર વાતાવરણ બનાવ્યું જે સકારાત્મક રહ્યું. જેમાં તમારું વ્યક્તિગતરીતે ઘણુ યોગદાન છે. હું હૃદયથી તેની પ્રશંસા કરુ છુ.

ઉલ્લેખનીય છે કે ચીન સાતેના સંબંધોને મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનના પ્રવાસે છે. ગઇકાલે શી જિનપિંગ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વુહાનમાં મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી. ચીની પરંપરાઓને જાણવાની સાથે-સાથે વડાપ્રધાને ઢોલ, ડ્રમ અને ઘંટડીઓ પણ વગાડી હતી.

You might also like