બાળકોનું મોત દુખદ, સંવેદનશીલ થઇને કામ કરવાની જરૂર: PM મોદી

નવી દિલ્હી: ગોરખપુર બીઆરડી હોસ્પિટલમાં થયેલા મોતના મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પોતાનું મૌન તોડ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે. આપણે સંવેદનશીલ થઇને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે.

ઘટના બાદ પીએમઓ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટના પર ધ્યાન રાખી રહ્યા છે. મોદીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું કે ગોરખપુર ઘટના એક પ્રકારની ભૂલ હતી, જેની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી એની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી આપણે કોઇને દોષિત માનવા જોઇએ નહીં.

અમિત શાહે કહ્યું કે સરકારની ઇચ્છા ગરીબોની મદદ કરવાની છે. આ સાથે એમણએ એવું પણ કહ્યું કે આટલા મોટા દેશમાં ઘણી બધી ઘટના બની છે અને આ કંઇ પહેલી વખત થયું નથી, કોંગ્રેસના કાર્યકાળમાં પણ થયા હતા.

http://sambhaavnews.com/

You might also like