નરેન્દ્ર મોદીએ ડેવિડ કેમરુન અને તેમનાં પત્નીને ખાસ ભેટ આપી

લંડન: બ્રિટનની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુનને કેટલીક ખાસ ભેટ આપી. મોદીએ કેમરુનને લાકડી, ચાંદી અને સંગેમરમરના બુક કેસ આપ્યા. તેની ઉપર ભગવદ્ગીતાના શ્લોક લખેલા છે. આ ઉપરાંત મોદીએ કેમરુનને એક પુસ્તકની ભેટ આપી, જેમાં ભારતીય સૈનિકો દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં સેવા કરતા લખેલા પત્રોનું સંકલન છે. મોદીએ ટ્વિટ દ્વારા આ જાણકારી આપી છે. પુસ્તક કેશની વચ્ચે એક ચાંદીની ઘંટડી લાગેલી છે, જેના પર સંસ્કૃતમાં ભગવદ્ગીતાના શ્લોક અંકિત છે. અંદરની કિનારીઓ પર તેનો અર્થ પણ અંગ્રેજીમાં લખેલો છે.

તે ભગવદ્ગીતાના અધ્યાય-૧૩ના શ્લોક ૧પ-૧૬થી સંબંધિત છે. આ ઉપરાંત કેમરુનના રસને જોતાં મોદીએ તેમને પ્રથમ વિશ્વયુદ્ધ પર લખેલું રોબર્ટ ગ્રેવનું પુસ્તક ગુડ બાય ટુ ઓલ ડેટ અને ડેવિડ ઓવેસીનું પુસ્તક ઇન્ડિયન બોઇસીસ ઓફ ધ ગ્રેટ વોર પણ ભેટ કર્યું. બ્રિટનની પહેલી મહિલાને વડા પ્રધાને કેરળની અનોખી કલાકારીગરીવાળી અરનમુલા ધાતુની ફ્રેમનો કાચ અને કેટલીક શાલ ભેટમાં આપી..

You might also like