વડાપ્રધાને મંત્રીઓની બેઠક બોલાવી: કામમાં ધ્યાન આપવા કરી ટકોર

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે પોતાની સરકારનાં તમામ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારની નીતિઓ અને કેબિનેટનાં નિર્ણયોને કાર્યાન્વીત કરવા અંગે ચર્ચા થઇ હતી. વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પોતાની સરકારનાં તમામ મંત્રીઓની સાથે બેઠક કરી ચુક્યા છે. બેઠક સાંજે 6.30 વાગ્યે સંસદ ભવન પરિસરમાં યોજાતી હતી. વડાપ્રધાન મોદી અતિમહત્વપુર્ણ યોજનાઓને લાગુ કરવાનાં મુદ્દે ખુબ જ ગંભીર છે. આ મુદ્દે વર્તાઇ રહેલી ઢીલ મુદ્દે તેઓ સંબંધિત મંત્રીઓની ઝાટકણી કાઢી હતી.
અગાઉ તમામ મંત્રાલયો અનેવિભાગોને સ્પષ્ટ રીતે જણાવી દેવાયું છે કે જે યોજનાઓનાં મોડુ થાય તેવી શક્યતાઓ હોય તેની યોગ્ય અંતિમ તારીખ સાથે હાજર રહેવું. સાથે એવા તમામ પ્રસ્તાઓવે અંતિમ તારીખ પહેલા જ મંડળની મંજુરીનાં નિર્દેશો પણ આપી દેવાયા હતા. કેન્દ્રીય યોજનાઓ સમયે પુરી નહી થવા પાછળનું એક મોટુ કારણ મંત્રાલયો અને વિભાગનાં અધિકારીઓનું બેજવાબદારીભર્યું વલણ પણ માનવામાં આવતું હોય છે.
વડાપ્રધાન કાર્યાલયની રડારમાં ઘણા એવા કિસ્સાઓ આવ્યા હતા જેમાં યોજનાં પુરી થવાની છેલ્લી તારીખ પુરી થવાનાં લાંબા સમય સુધી તે મુદ્દે પણ ચર્ચા નથી થઇ હોતી કે યોજના માટે આગામી લક્ષ્ય શું મુકવામાં આવ્યું છે. એવા તમામ મુદ્દાની તપાસ બાદ કેબિનેટ સચિવાલયે ગત મહિને તમામ મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ આપીને કહેવામાં આવ્યું છે કે યોજનાં પુરી થવાની તારીખ પુરી થઇ ગયા બાદ કેબિનેટ પાસેથી તમામ યોજનાઓ પુરી થવાની નવી તારીખોની મંજુરી હજી સુધી ન લેવામાં આવી હોય.

You might also like