મહારાણી એલિઝાબેથના મહેમાન બન્યા PM મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બ્રિટન યાત્રાના બીજા દિવસે ક્વીન એલિઝાબેથ બીજાના બકિંઘમ પેલેસમાં લંચ કર્યું. તેઓ એલિઝાબેથની સાથે લંચ લેનાર બીજા ભારતીય વડા પ્રધાન બન્યા.

૪૬ વર્ષ પહેલાં એલિઝાબેથ તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીના હોસ્ટ બન્યાં હતાં. વડા પ્રધાનને બતાવવા માટે તેમણે ખાસ રોયલ કલેક્શન મંગાવ્યું. મોદીએ ક્વીનને તેમની ભારત યાત્રાના ફોટા, દાર્જિલિંગની ચા અને સ્ટોલ્સ ગિફ્ટના રૂપમાં અાપ્યાં. ક્વીન એલિઝાબેથ ૫૪ વર્ષ પહેલાં ૧૯૬૧ના રોજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મ‌હિનામાં ભારત આવ્યાં હતાં. મહારાણી એલિઝાબેથ તે સમયે ભારતના ગણતંત્ર દિવસે મુખ્ય અતિ‌થિ હતાં.

ખાસ વાત તો એ રહી કે હંમેશાં દસ્તાને પહેરનાર ક્વીને દસ્તાના વગર જ વડા પ્રધાન મોદી સાથે હાથ મિલાવ્યા. ત્યાર બાદ મહારાણી તેમને શાહી સંગ્રહાલય લઇ ગયાં. ત્યાર પછી બંનેએ સાથે લંચ લીધું. મોદી શુદ્ધ શાકાહારી છે તે બાબતને ધ્યાનમાં રાખીને તેમના માટે ખાસ શાકાહારી અને ગુજરાતી વાનગીઓની વ્યવસ્થા કરાઈ હતી.

You might also like