ટેકનોલોજીના આધારે ખેડૂતો આગળ વધી રહ્યાં છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ કૃષિ ઉન્નતિ મેળાનો પ્રારંભ કરાવ્યો છે. તેની સાથે તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશીલા પણ રાખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આ કાર્યક્રમમાં કૃષિ પ્રધાન રાધામોહન સિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં આ રીતના ઉન્નતિ મેળામાં ન્યૂં ઇન્ડિયાની જરૂરિયાત છે. દેશમાં આજે હજારો ખેડૂતો ટેકનિકની સહાયતાથી આગળ વધી રહ્યાં છે. આજે અનેક રાજ્યો રેકોર્ડ ઉત્પાદન કરી રહ્યાં છે. આજે દેશમાં દૂધ, દાળ, ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થઇ રહ્યું છે. આજે દેશના કૃષિ સેકટર દુનિયાને નવો રસ્તો બતાવે છે.

તેમણે કહ્યું કે આપણે એ પણ ન ભૂલવુ જોઇએ કે સ્વતંત્રતા મળ્યા બાદ દેશમાં અનાજ ઉત્પાદનની શું સ્થિતિ હતી, સંકટ સમયમાંથી આપણા અન્નદાતા આપણને બહાર કાઢયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સતત ખેડૂતોની આવક બમણી કરવાનું કામ કરી રહી છે. પીએમ મોદીએ જણાવ્યું કે ખેડૂત વિમા યોજનાના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થઇ રહ્યો છે.

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું પ્રધાનમંત્રી સિંચાઇ યોજના હેઠળ ખેતરમાં પાણીના વિજન સાથે કાર્ય કરી રહ્યું છે. જે સિંચાઇ યોજના દશકોથી અધુર હતી તેને 80 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરી પૂરી કરવામાં આવી છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ ‘કૃષિ કર્મન’ અને ‘પંડિત દીન દયાળ કૃષિ વિજ્ઞાન પ્રોત્સાહન’ પુરસ્કાર એનાયત કર્યા. આ કૃષિ મેળાની થીમ-2022 સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરવાની છે.

You might also like