કાર્યકારિણીને સંબોધિત કરતાં ભાવુક બન્યા મોદી, પીએમએ આપ્યા 7 સૂત્ર

અલ્હાબાદ: સંગમ નગરી અલ્હાબાદમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો સોમવારે બીજા અને અંતિમ દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકારિણીને સંબોધિત કરી. ખાસ વાત એ રહી કે આ દરમિયાન તે થોડા ભાવુક થયા. પીએમએ ભાવુક થતાં કહ્યું કે શરીરના કણ કણ અને જીવનના પળ પળ આ દેશને સમર્પિત છીએ.

પીએમ મોદીના ભાષણના મુખ્ય અંશ
– અમે અમારી તાકાત બતાવવા માટે નહી, અમારા સંસ્કાર બતાવવા માટે આવ્યા છીએ.
– અમે દુનિયાને અમારા સંસ્કારોની પૂંજી બતાવવા માંગીએ છીએ.
– દેશ બદલાઇ રહ્યો છે અને તે આગળ વધી રહ્યો છે.
– સરકારની ઉપલબ્ધિઓ કોઇ એક વ્યક્તિની નહી પરંતુ સંગઠનની છે.
– મારું જીવન દેશ માટે સમર્પિત છે.
– હજુ આપણે વધુ આકરી મહેનતની જરૂર છે.

ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ આપેલા સાત મંત્ર

1. સેવાભાવ
2. સંતુલન
3. સંયમ
4. સમન્વય
5. સકારાત્મકતા
6. સદભાવના
7. સંવાદ

તમને જણાવી દઇએ કે કાર્યકારિણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ પરેડ ગ્રાઉન્ડમાં એક જનસભા યોજાવવાની છે. પીએમ નરેન્દ્ર મોદી તેને સંબોધિત કરી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકારિણીમાં ભાગ લેતાં પહેલાં ચંદ્રશેખર પાર્ક ગયા અને ત્યાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને નમન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સ્થળ નમન કરી પુષ્પ અર્પણ કર્યા.

આ પહેલાં રવિવારે કાર્યકારિણીની બેઠકમાં આર્થિક પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો. કાર્યકારિણીમાં સોમ્વારે પણ બે પ્રસ્તાવ રજૂ કરવાની સંભાવના છે. બેઠકમાં પાંચ રાજ્યો ખાસકરીને ઉત્તરપ્રદેશની ચૂંટણી પર ચર્ચા થશે. વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી તથા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ પાર્ટી દ્વારા કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કાર્યોની પ્રેસ કોંફન્સમાં ઉલ્લેખ કર્યો.

You might also like