મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને મોદીની વચ્ચે ખૂબ જ આત્મીયતા જોવા મળી હતી. મોદીએ ભાષણમાં ૧૦ વખત તેમનું નામ લીધું હતું. મોદીએ જતી વખતે કહ્યું કે તાઈ ખૂબ જ ભૂખ લાગી છે. ભોજન લાવ્યાં છો. તો હું ગાડીમાં ખાઈ લઈશ.

તાઈએ કહ્યું કે સુરક્ષાનાં કારણથી ન લાવી શકી. બાદમાં પુત્ર મંદારને ફોન કરીને ખાવાનું મંગાવ્યું અને એરપોર્ટ પર વડા પ્રધાનના સ્ટાફને સોપ્યું. મોદીએ કહ્યું કે આ સુમિત્રા તાઈનું શહેર છે. તેમને આઠ વખત સાંસદ અને લોકસભાની અધ્યક્ષના રૂપમાં અમિટ છાપ છોડી છે. અમારી પાર્ટીમાં કોઈ મોદીને લડી શકે છે તો તે તાઈ છે.

આ પહેલાં મોદીએ સુમિત્રા મહાજનનાં કાર્યોનાં વખાણ કર્યાં હતાં. મોદીએ એમ પણ કહ્યું કે હું ઈન્દોરને વિશ્વાસ અપાવું છે કે શહેરના વિકાસમાં તાઈજીની કોઈ પણ ઈચ્છા અધૂરી નહીં રહે. વડા પ્રધાને કહ્યું કે આજે અહીં આવ્યો તો લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો. મારે જે રસ્તો ૧૨ મિનિટમાં કાપવાનો હતો તેમાં ૨૮ મિનિટ લાગી.

એક બાજુ રસ્તાની બંને તરફ મહિલાઓ વોલ બનીને ઊભી હતી. જો હું અહીં ન પહોંચત તો પણ અઘોષિત રોડ શો થઈ ગયો હતો. જો તમે આટલો પ્રેમ આપશો ઈન્દોરવાળાઓ તો તાઈએ મને જમાડવો પડશે. કાફલો એરપોર્ટથી બડા ગણપતિ તરફ જઈ રહ્યાે હતાે ત્યારે શિક્ષકનગર પાસે લોકોનું ધાડું રસ્તા પર આવી ગયું હતું. મોદીનાં કાફલાને જોઈને લોકોએ સુરક્ષા માટે લાગેલું દોરડું તોડી નાંખ્યું. લોકો મોદીની કાર પાસે પહોંચી ગયા અને સેલ્ફી લેવા લાગ્યા. ભારે ભીડ નજીકમાં જોઈને મોદીએ પણ કારના કાચ ખોલી દીધાં હતાં.

You might also like