નોટબંધી પર પીએમ મોદીએ જનતા પાસે માંગ્યાં મંતવ્યો, લોકોને સર્વેમાં ભાગ લેવા અપીલ

નોટબંધી પર વિપક્ષના આકરા વિરોધનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદીએ હવે સીધેસીધા દેશની જનતા પાસે અભિપ્રાયો માંગ્યા છે. મોદીએ ટ્વીટર પર દેશની જાહેર જનતાને અપીલ કરી છે કે તેઓ એક ખાસ એક દ્વારા નોટબંધીના નિર્ણય પર પોતાના સીધેસીધા વિચારો પીએમ સુધી પહોંચાડી શકે છે. તેમણે એક સર્વે દ્વારા પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું છે. પ્રધાનમંત્રીના આ નિર્ણયને સંસદમાં સતત પડકારવામાં આવી રહ્યો છે અને વિપક્ષ દ્વારા સંસદમાં હંગામો મચાવવામાં આવી રહ્યો છે અને પીએમને સંસદમાં આવીને જવાબ આપવા જણાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી સવારે 11.25 લાગ્યે એક ટ્વીટ કર્યો જેમાં આમ જણાવવામાં આવ્યું, ‘કરન્સી નોટ્સના સબંધમાં લેવામાં આવેલો નિર્ણયના પ્રાથમિક દૃષ્ટિકોણ જાણવા ચાહું છું. એનએમ એપ પર સર્વેમાં ભાગ લો.’ એપના સર્વેમાં ભાગ લેનારાઓને 10 સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આ સવાલ આ છે:

1. નોટબંધી પર સરકારના નિર્ણય પર તમે શું વિચારો છો?
2. શું તમને લાગે છે કે ભારતમાં કાળુંનાણું છે?
3. શું તમને લાગે છે કે ભ્રષ્ટાચાર અને કાળાંનાણાં વિરુદ્ધ લડવું જોઈએ?
4. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારના પ્રયત્નો વિશે તમને કેવું લાગે છે?
5. નોટબંધીના નિર્ણય વિશે તમે શું વિચારો છો?
6. શું નોટબેનથી આતંકવાદ પર લગામ લાગશે, નોટબંધીથી ભ્રષ્ટાચાર, કાળાંનાણાં અને આતંક અટકશે?
7. નોટબંધીના નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ, રિયલ એસ્ટેટ આણ આદમી સુધી પહોંચી શકે?
8. નોટબંધી પર અસુવિધા વિશે તમે કેવું અનુભવો છો?
9. ભ્રષ્ટાચારના વિરોધી હવે આના સમર્થનમાં લડી રહ્યા છે?
10 શું તમે બીજું કોઈ સૂચન આપવા માંગો છો?

જણાવી દઈએ કે સતત નોટબંધીને લઈને સરકાર પર હુમલા થઈ રહ્યા છે. સંસદના શીયાળુસત્રના પાંચમાં દિવસે પણ કામકાજ ઠપ્પ છે. એવામાં મંગળવારે મોદીએ બીજીપી સંસદીય દળ સાથે વિપક્ષ પર આક્રમણ કરવાની રણનીતિ બનાવી છે. સાથે જ હવે આ સર્વે દ્વારા પણ પીએમ મોદીને સીધેસીધા જનતા પાસે પહોંચવાની કોશિસ કરી, વિપક્ષને જવાબ આપ્યો છે.

You might also like