પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જયલલિતાને આપી શ્રદ્ધાંજલિ

ચેન્નાઇ: 74 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાનું ચેન્નાઇમાં નિધન થઇ ગયું છે. સોમવારે રાતે 11.30એ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જયલલિતાના મોતના સમાચાર સાંભળતાજ તેમના સમર્થકોમાં શઓકની લાગણી છવાઇ ગઇ હતી. જયલલિતાના પાર્થિવ દેહને ચેન્નાઇના રાજાજી હોલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે. સાંજે સાડા ચાર વાગ્યે મરીના બીચ પર તેમના અંતિમ સંસ્કાર થશે. પોતાના નેતાની છેલ્લી ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો રાજાજીજ હોલ પહોંચી ગયો છે. પીએમ મોદીએ શશિકલાના માથી પર હાથ રાખ્યો, હાથ જોડીને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી. જયલલિતાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાંથી રવાના થઇ ગયા હતાં.

બીજી બાજુ વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા રાષ્ટ્રપતિને ચેન્નાઇ લઇ જનાર ઇન્ડિયન એરફોર્સનું વિમાન રસ્તા પરથી પરત ફર્યું હતું. હવે તેઓ ફરીથી વિમાનથી ચેન્નાઇ પહોંચી ગયા છે અને તેમણે પણ જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી છે. હજુ ઘણા નેતાઓનો શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે.

સુપરસ્ટાર રજનીકાંત પણ રાજાજી હોલ પહોંચીને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસદમાં જયલલિતાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બંને સદનોની કાર્યવાહી તેમના સમ્માનમાં દિવસ દરમિયાન સ્થગિત કરી દેવામાં આવી હતી. બંને ગૃહમાં થોડાક સમય માટે મૌન પાળીને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમના નસમ્માનમાં બેઠકને આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા.

એમજીઆર મેમોરિયલ મરીના બીચ પર જયલલિતા ના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

You might also like