ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં દમ પર બીજી વાર સરકાર બનાવવાની કોશિશમાં છે. ત્યાં જ વિપક્ષને એવી આશા છે કે આ વખતે તેઓની નાવ પાર થઇ જશે. પોતાનાં કાર્યકર્તાઓમાં જીવ ફૂંકવા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ MP પહોંચ્યાં હતાં. બંને લોકોએ અહીંયાં પોતાનાં કાર્યકર્તાઓમાં જાન ઉમેરવા માટેનું કામ કર્યું.

ભોપાલનાં જંબૂરી મેદાનેથી કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીમાં યૂપીએ સરકાર હતી ત્યાં સુધી તેઓએ ભાજપની રાજ્ય સરકાર અને ત્યાંની જનતા પ્રત્યે દુશ્મનીનો ભાવ મનમાં રાખીને બેઠા હતાં. તેઓએ ખુદને ભાગ્યશાળી બતાવતા કહ્યું કે, ખબર નહીં કે કયાં જન્મમાં અમે આટલા પુણ્ય કર્યા છે કે જેનાંથી આ મહાન પાર્ટીનાં કાર્યકર્તાનાં રૂપમાં મને મા ભારતીની સેવા કરવાનો મોકો મળ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, સબકા સાથ સબકા વિકાસ માત્ર ચૂંટણીનો નારો નથી. અમે તે લોકો છીએ કે જેને ગાંધી પણ મંજૂર છે. રામ મનોહર લોહિયા પણ મંજૂર છે અને દીનદયાલ ઉપાધ્યાય પણ મંજૂર છે કેમ કે અમે સમન્વય, સામાજિક ન્યાય અને સબકા સાથ, સબકા વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ. મહાત્મા ગાંધી, દીનદયાલ લોહિયાએ દેશનું માર્ગદર્શન કર્યું છે.

તેઓએ કહ્યું કે, આપણા દેશમાં વોટ બેંકની રાજનીતિએ સમાજને દીમકની જેમ તબાહ કરી નાખેલ છે અને એટલાં માટે આઝાદીનાં 70 વર્ષમાં બરબાદી આવી. તેનાંથી જો દેશને બચાવવાનો છે તો અમારી સામે આ વોટબેંકની રાજનીતિની દીમકથી દેશને મુક્ત કરાવવાની ભાજપની જવાબદારી છે.

You might also like