નરેન્દ્ર મોદી – અમિત શાહ વચ્ચે હોટલાઈન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સતત એકબીજાના સંપર્કમાં રહે છે. બંને જ્યાં પણ હોય ત્યાંથી તેઓ મહત્ત્વના મુદ્દે ચર્ચા કરી જ લે છે. એ માટે બંનેનાં નિવાસસ્થાને આરએએક્સ ચાર આંકડાના ફોન નંબરની હોટલાઈનની વ્યવસ્થા ગોઠવાયેલી છે.

જોકે આ વ્યવસ્થા યુપીએ સરકારના સમયથી શરૂ થયેલી છે. એ વખતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ હોટલાઈન મારફતે ગમે ત્યારે મનમોહન સિંહનો સંપર્ક સાધી શકતાં હતાં. વિરોધ પક્ષના નેતાને પણ આવી સુવિધા આપવામાં આવી છે. અમિત શાહના ઘરમાં આરએએક્સ ફોનની ઘંટડી વાગે એટલે તેઓ તુરત જ આ ફોન જ્યાં રખાયો છે એ રૂમમાં દોડી જાય છે. એ રૂમમાં શાહનાં ધર્મપત્ની પણ જઈ શકતાં નથી.

આ આરએએક્સ ફોનની વ્યવસ્થા ગૃહ મંત્રાલય સંભાળે છે. વડાપ્રધાન જ્યારે વિદેશમાં હોય ત્યારે આરએએક્સને સાઉથ બ્લોકમાં સ્થાપિત કરવામાં આવે છે અને તેનું જોડાણ વડાપ્રધાન જે દેશની મુલાકાતે ગયા હોય ત્યાં અપાય છે. વડાપ્રધાનના ખાસ વિમાનમાં પણ આ સુવિધા ઉપલબ્ધ રખાય છે.

You might also like