ઈન્ફોસિસના COOના પગાર વધારાથી નારાયણ મૂર્તિ નારાજ

બેંગલુરુ: ઇન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાવની સેલરી વધારવા સંબંધી કંપનીની નીતિરીતિ સામે એન. નારાયણ મૂર્તિએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે કંપનીની આ પ્રકારની રીતરસમથી બોર્ડ પરથી કર્મચારીઓનો હાલ જે વિશ્વાસ જોવા મળી રહ્યો છે તે વિશ્વાસ ઊઠી જશે.

નોંધનીય છે કે નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના ફાઉન્ડર્સ સભ્યોમાંના એક સભ્ય છે. મૂર્તિએ વધુમાં કહ્યું કે કંપનીએ વધારેલું વેતન યોગ્ય નથી. એક બાજુ કંપની સામાન્ય કર્મચારીઓના વેતનમાં માત્ર છથી આઠ ટકાનો જ વેતન વધારો કર્યો છે ત્યારે તેની સામે ટોપ લેવલના કર્મચારીઓના પગાર વધારામાં ૬૦થી ૭૦ ટકાનો વધારો કરવો યોગ્ય નથી.

http://sambhaavnews.com/

You might also like