મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એક મોટો ઝટકો, નારાયણ રાણેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લાં કેટલાંય દિવસોથી કોંગ્રેસનાં ઘણાં ખરા નેતાઓ એકબીજાંથી નારાજ છે. મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. નારાયણ રાણેએ આ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું છે. નારાયણ રાણે ભવિષ્યમાં રાજનીતિ સાથે જોડાયેલાં પોતાની યોજના અંગેની જાહેરાત કરી શકે છે.

પરંતુ નારાયણ રાણે રાજીનામું આપ્યાં બાદ હવે ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો પણ વહેતી થઈ છે. સાથે એવી અટકળો પણ ફેલાઇ રહી છે કે તેઓ કોઈ અન્ય પાર્ટી સાથે હાથ નહીં મિલાવે. નારાયણ રાણે કોંગ્રેસમાં સામેલ થયાં તે પહેલાં તેઓ શિવસેનામાં હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરે સાથે મતભેદ થયાં બાદ તેઓ 2005માં શિવસેના છોડીને કોંગ્રેસમાં શામેલ થયાં. પછી તેઓ કોંગ્રેસમાં પણ તેઓ રાજસ્વ મંત્રી બન્યાં. શિવસેના-ભાજપની સરકારમાં તેઓ રાજસ્વ મંત્રી બન્યાં અને ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રી બન્યાં હતાં.

You might also like