આને કહેવાય વિકાસ..? પટાવાળાને ત્યાંથી ACBને મળી આવ્યા 100 કરોડ

દિલ્હી:ભ્રષ્ટાચારના એક ચોંકાવનારા મામલામાં આંધ્રપ્રદેશના એન્ટી કરપ્શન બ્યૂરોએ એક પટાવાળા પાસેથી રૂ.100 કરોડ કરતાં વધારે સંપત્તિ જપ્ત કરી છે. આરોપી સરકારી કર્મચારીનું નામ કે. નરસિમ્હા રેડ્ડી. જે નેલ્લોર ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશનરની ઓફિસમાં પટાવાળા તરીકે કામ કરી રહ્યો છે. નરસિમ્હા રેડ્ડી દ્વારા આચરાતા ભ્રષ્ટાચારની માહિતી મળતાં એસીબીના અધિકારીઓએ તેના નિવાસસ્થાને દરોડા પાડયા હતા.

ACBને આ રેડમાં તેમને સોના અને હીરાની જવેરાતો સાતે કરોડો રૂપિયી સંપત્તિ મળી. ઉલ્લેખનીય છે કે,ACBએ કુલ 7 જગ્યાએ છાપા માર્યા હતા જેમાં ACBને 2 કિલો સોનું,7 કિલો ચાંદી, 7.70 લાખ રોકડા, 50 કરોડથી વધુની ખેતીની જમીન, 17 પ્લોટ અને એક પેન્ટ હાઉસ બિલ્ડિંગ મળી આવી.

નવાઈની વાત એ છે, કે આટલી અધધ સંપત્તિ એક એવા સરકારી કર્મચારી પાસેથી મળી આવી કે જેનો પગાર માત્ર માસિક 40 હજાર રૂપિયા જ છે. આ ઉપરાંત પટાવાળાના નિવાસસ્થાનેથી ACB અધિકારીઓને એક કરોડનો લાઈફ ઈન્સ્યોરન્સ,10 લાખ રૂપિયાની LIC પોલિસી અને 20 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટનો પણ પતો લાગ્યો છે.

નરસિમ્હા રેડ્ડીએ પટાવાળા તરીકે 1984થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. છેલ્લાં 34 વર્ષથી તે એક જ ઓફિસમાં પટાવાળા તરીકે જ કામ કરી રહ્યો હતો. મલાઈમાં ખૂંપેલા આ પટાવાળાએ પ્રમોશન લેવામાં રસ દાખવ્યો નથી.

You might also like