નેનો પાર્ટિકલ્સથી દૂર થશે સાંધાનો દુઃખાવો

વોશિંગ્ટન: ભારત સહિત દુનિયાભરમાં લોકોને બહુ નાની ઉંમરમાં સાંધાના દુઃખાવાની ફરિયાદો ઝડપથી વધવા લાગી છે. વૈજ્ઞાનિકોઅે ઉંદરોમાં નાના-નાના નેનો પાર્ટિકલ્સ નાંખીને સાંધાના દુઃખાવાનો સફળ ઇલાજ શોધી લીધો છે. અા થેરપી દર્દીઅોમાં અોસ્ટ્રિઅો અાર્થરાઈટીસનો ખતરો પણ ઘટાડશે. અાશા છે કે ઉંદરો પર કરાયેલો નવો પ્રયોગ ખૂબ જ જલદી માણસો પર અમલ કરાશે અને તેને પણ લાભ અાપશે.

સેન્ટ લ્યુઈસ સ્થિત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ અોફ મેડિસિનની ટીમે અા દિશામાં મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. ટીમના જણાવ્યા મુજબ અોસ્ટ્રિઅો અાર્થરાઈટીસના લગભગ ૧૨ ટકા દર્દીઅો એવા હતા જે પહેલા સાંધા સંબંધિત ઇન્જરીનો શિકાર થયા હતા. અા ટ્રીટમેન્ટ તેમને પણ લાભ અાપી શકે છે. વરિષ્ઠ અોથર ડો. ક્રિસ્ટિન ફેમે જણાવ્યું કે સામાન્ય રીતે પેઇનકિલર દવાઅો પણ ઘણીવાર સાંધાના દુઃખાવામાં ફાયદો પહોંચાડતી નથી. અમે જ્યારે અાવા પીડિત ઉંદરોને એક અાર્થરાઈિટક સાંધાઅોમાં સ્ટિરોઇડનું ઇન્જેક્શન અાપ્યું ત્યારે દવાઅે થોડા જ કલાકોમાં અસર બતાવી. અા નેનો પાર્ટિકલ્સ સાંધાઅોની વચ્ચે લાંબા સમય સુધી કામ કરે છે અને દર્દમાંથી રાહત અાપે છે.  માણસો પર પણ અા રીત નિશ્ચિત રીતે અસરકારક બનશે.

You might also like