જ્યારે સ્તન પર લાગતા ટેક્સને હટાવવા મહિલાએ પોતાનાં સ્તન જ કાપી નાખ્યા

ચેરથલા : એક તરફ જ્યારે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કેરળનાં લોકો એક અસાધારણ મહિલાનાં બલિદાનનને યાદ કરે છે. નાંગોલીએ સ્તન પર ટેક્સનાં અયોગ્ય કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને પોતાનો જીવ આપ્યો હતો. આ તે સમય હતો જ્યારે જાહેરમાં પોતાનાં સ્તન ઢાંકવા ઇચ્છતી મહિલાએ કર ચુકવવો પડતો હતો. જો કર ચુકવી શકે તેવી પરિસ્થિતી ન હોય તો સ્તન ખુલ્લા જ રાખવા પડતા હતા. આ કરને મુલક્કરમ કહેવામાં આવતો હતો.

નાંગેલીનો સ્થાનિક ભાષામાં અર્થ થાય છે સુંદર. 30 વર્ષની નાંગેલી નામની આ યુવતી નાંગેલી સમાજનાં નિચલા સ્તરમાંથી આવતી હતી. તેણે અમાનવીય સ્તન પરનાં કરને હટાવવા માટેની ઝુંબેશ ઉઠાવી હતી. તેણે નક્કી કર્યું કે તે આ સ્તન પરનો કર નહી ચુકવે. જ્યારે ટેક્સ વસુલનારો અધિકારી વારંવાર તેનાં ઘરે આવીને પરેશાન કરવા લાગ્યો ત્યારે તે મહિલાએ કંટાળીને તેને બહાર રાહ જોવા માટે કહ્યું. ત્યાર બાદ તેણે કેળાનાં પાન પર એક દીપ સળગાવ્યો અને પોતાના બંન્ને સ્તન કાપી નાખ્યા.

ચેરથલામાં નાંગેલીએ જે સ્થળ પર બલિદાન આપ્યું હતું તેને મુલાચિપા રામ્બુ કહે છે. મલયાલમમાં તેનો અર્થ મહિલાનાં સ્તનની ભુમિ થાય છે. જો કે સ્થાનિક લોકો આ નામ નથી લેતા. મોટેભાગે આ સ્થળ મનોરમાં કલવા તરીકે જ ઓળખાય છે.

જો કે નાંગેલિનાં બલિદાન બાદ વિરોધનો જુવાળ એટલો ફાટી નિકળ્યો કે રાજાએ એક જ દિવસમાં આ કાયદો હટાવવો પડ્યો હતો. નાંગેલીએ તે સમયે નિચલી જાતીની મહિલાઓ પર થતા અત્યાચારની વિરુદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો. તેણે પોતાનું સંપુર્ણ જીવન આ કાર્યમાં જ ન્યોછાવર કર્યું હતું. સ્તન ઢાંકવા હોય તો રાજાને ટેક્સ આપવો પડતો હતો. આ ટેક્સ પણ જેટલા મોટા સ્તન હોય તેટલો વધારે ચુકવવો પડતો હતો.

મુરલની નામનાં એક પ્રોફેસર દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આ બલિદાનની કથાને મહત્વ આપવામાં આવવું જોઇએ. ચેરથલામાં મુલચીપરામ્બુની પાસે નાંગેલીનું સ્મારક બનાવવામાં આવવું જોઇએ.

You might also like