ઇન્ફોસિસમાં નંદન નીલેકણીની નોન એક્ઝીક્યુટિવ ચેરમેન તરીકે ઘર વાપસી

નવી દિલ્હી : નંદન નીલેકણીની એકવાર ફરીથી ઇન્ફોસિસમાં પરત ફર્યા છે. તેમણે દેશની બીજી સૌથી મોટી આઇટી કંપનીનાં નવા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ ચેરમેન આર.શેષાસયી અને કો ચેયરમેન રવિ વેંકટેશને રાજીનામું આપ્યું છે. એવા સમાચારો પહેલાથી જ આવી રહ્યું હતું કે શેષાસયી અને વેંકટેશને પોતે જ રાજીનામાની રજુઆત કરી હતી.

નીલેકણીનાં ચેરમેન બનવાની જાહેરાત સાથે જ હાલમાં સીઇઓ પદ પરથી રાજીનામું આપનારા વિશાળ સિક્કા તત્કાલ પ્રભાવથી બોર્ડથી અલગ થઇ ગયા. તેનાં ઉપરાંત કંપનીનાં ચેરમેન આર શેષાસયી અને કો ચેરમેન રવિ વેંકટેશને પણ પદ પરથી રાજીનામું આપી દીધું. બીજી તરફ જેફરી એસ. લેહમેન, જોન એશમેડીએ ઇન્ફોસિસ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું. આ તમામ રાજીનામાઓને તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે વિશાલ સિક્કાએ સતત થઇ રહેલા હૂમલાઓને ધ્યાને રાખીને શુક્રવારે સીઇઓ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બોર્ડે કહ્યું હતું કે મુર્તિનાં આરોપોને ધ્યાને રાખી સિક્કાને રાજીનામાનો નિર્ણય લેવું પડ્યું. જો કે ત્યાર બાદ ફાઉન્ડર તથા બોર્ડની વચ્ચે આરોપ પ્રત્યારોપોનું નવુ દોર ચાલુ થઇ ગયો હતો.

You might also like