બ્રસેલ્સ: PM મોદીએ કર્યું દુનિયા સૌથી મોટા ઓપ્ટિકલ ટેલિસ્કોપને એક્ટિવ

બ્રસેલ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. મોદી અને બેલ્જિયમના પીએમ ચાર્લ્સ મિશેલે દુનિયાના સૌથી મોટા ઓપ્ટિકલ ટેલિસ્કોપને ટેક્નિકલી એક્ટિવ કર્યું. આ અવસર પર તેમણે કહ્યું કે આ બંને દેશોના વૈજ્ઞાનિકોને મદદ કરશે. આ ટેલિસ્કોપ નૈનીતાલનાઅ નજીક દેવસ્થળ પર લાગેલું છે. તેને ભારત અને બેલ્જિયમની એક કંપનીએ મળીને બનાવ્યું છે.

40 વર્ષથી આતંકવાદ સામે લડી રહ્યું છે ભારત
આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત આઠ દિવસ બેલ્જિયમ માટે ખૂબ દુખ ભર્યા હતા. આ દુખદ ઘડીમાં આખું ભારત બેલ્જિયમના લોકોની સાથે છે. અમે આ પ્રકારના ઘણા હુમલા સહન કર્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદથી દરેક દેશને નુકસાન થઇ રહ્યું છે. ભારત આ પહેલાં ગત 40 વર્ષથી લડી રહ્યું છે. આ પહેલાં માલબીક મેટ્રો સ્ટેશન જઇને તેમણે આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. હુમલામાં બ્રસેલ્સ એરપોર્ટ પર વધુ 15 માલબીક મેટ્રો સ્ટેશન પર બ્લાસ્ટમાં 20 લોકોના મોત નિપજ્યાં હતા.

ભારતીય મૂળના લોકોએ કર્યું પીમ મોદીનું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રસેલ્સમાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી. આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે તે હોટલ પહોંચ્યા તો ભારતીયોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને મોદી-મોદીના નારા લગાવ્યા. પીએમ મોદી અહીં યૂરોપીયન યૂનિયનની બેઠક બાદ બેલ્જિયમ અને યૂરોપના સાંસદોને મળ્યા. તેમણે તેમની સાથે વાતચીત પણ કરી.

સીઇઓઝની બેઠકમાં પ્રથમ વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ
બેલ્જિયમ એગમોન્ટ પેલેસમાં પીએમ મોદીનું સમારોહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પીએમે ત્યાં પહેલા પરેડનું નિરીક્ષણ કર્યું. પછી મોટા સીઇઓઝ સાથે બેઠકમાં ભાગ લીધો. પીએમ મોદીએ પ્રથમ વિશ્વયુદ્ધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કેવી રીતે 100 વર્ષ પહેલાં ભારતમાંથી 1.30 લાખ સુનિકોએ અહીં આવીને જંગ લડી હતી. ત્યારે અંગ્રેજોએ બેલ્જિયમમાં આ સૈનિકોને તૈનાત કર્યા હતા અને 9 હજાર ભારતીય જવાનોએ પોતાના જીવની કુરબાની આપી હતી.


આપણા સંબંધોને મજબૂત કરે છે હીરા ઉદ્યોગ
પીએમ મોદીએ બ્રસેલ્સમાં હીરાના વેપારી સાથે પણ બેઠક કરી. આ વેપારને તેમણે બંને દેશો વચ્ચે જૂના સંબંધોનું માધ્યમ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ વેપારના લીધે ભારતમાં ઘણા લોકોને રોજગારી મળી રહી છે. બેલ્જિયમના હીરા ઉદ્યોગમાં મોટી સંખ્યામાં ભારતના લોકો કામ કરે છે. દુનિયાના કાચા હીરાને ગ્હાટ આપવાનું અને પોલિશ કરવાનું 84 ટકા કામ બેલ્જિયમના એંટવર્પ શહેરમાં થાય છે.

આ વર્ષના પ્રથમ વિદેશ પ્રવાસ છે મોદી
છ વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન બેલ્જિયમ ગયા છે. આ પહેલાં મનમોહન સિંહ ડિસેમ્બર 2010માં બેલ્જિયમના પ્રવાસે ગયા હતા. આ વર્ષે પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. પીએમ મોદીએ બેલ્જિયમના પીએમ ચાર્લ્સ મિશેલને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં રૂસ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા. પાકિસ્તાનના પ્રવાસ તેમણે અચાનક પ્લાન કર્યો હતો.

You might also like