નલિયા દુષ્કર્મકાંડઃ ભાજપના મહામંત્રી, નગરસેવક સહિત ત્રણની ધરપકડ

અમદાવાદ: ભુજના નલિયામાં થયેલા દુષ્કર્મકાંડમાં રોજ નવા નવા ખુલાસા થાય છે ત્યારે એસઅાઈટીએ ગત મોડીરાતે દુષ્કર્મકાંડના અારોપી ભાજપના મહામંત્રી, નગરસેવક અને પૂર્વ કારોબારી ચેરમેનને ઝડપી લીધા હતા. અા કેસમાં અત્યાર સુધીમાં કુલ ૮ અારોપીઓની ધરપકડ કરાઈ ચુકી છે. મહિલા અાયોગ દ્વારા ભુજમાં અાજે પીડિતાની સાથે મુલાકાત કરવામાં અાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. અન્ય ફરાર અારોપીઓને ઝડપવા તેમજ ભાભીની પોલીસે શોધખોળ શરૂ કરાઈ છે.

નલિયા દુષ્કર્મકાંડમાં અારોપી એવા ગાંધીધામ નગરપાલિકાના નગર સેવક અજીત રામવાણી, ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી ગોવિંદ પારૂલમણી અને વસંત ભાનુશાળીની ગતરાતે એસઅાઈટીએ સામખિયાળી ચેકપોસ્ટ પાસેથી ધરપકડ કરી હતી. બહુ ચર્ચિત દુષ્કર્મકાંડમાં પીડિતાએ પોતાની સાથે થયેલી વેદનાઓ એફીડેવીડમાં રજૂ કરી છે. જેમાં શાંતિલાલ સોલંકી, વિનોદ ઠક્કર અને ચિરાગ ઠક્કરે તેની સાથે દુષ્કર્મ અાચર્યું હતું. અારોપી શાંતિલાલે ૨૪થી વધુ વખત દુષ્કર્મ અાચર્યું છે. જ્યારે અન્ય યુવતીઓ પર ૬૫ લોકોએ દુષ્કર્મ અાચર્યું હતું.

અતુલ ઠક્કર દુષ્કર્મકાંડથી રોજના લાખો રૂપિયા કમાતો હોવાનું જાણવા મળ્યું છે. યુવતીઓને જબરદસ્તી બે શખસો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરાતી હતી.

બહુ ચર્ચિત નલિયાકાંડમાં અગાઉ અારોપી શાંતિલાલ સોલંકી સહિત છ લોકોની ધરપકડ કરાઈ ચુકી છે. જ્યારે બાકીના શખસની શોધખોળ હાથ ધરાઈ છે. સાંસદ વિનોદ ચાવડાએ પણ અા ઘટના અંગે જણાવ્યું હતું કે દિવાળી સમયે ફરિયાદ ઉઠી હતી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં અાવી ન હતી. કચ્છ એસપીને પણ અા બાબતે જણાવાયું હોવા છતાં તેઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.

દુષ્કર્મકાંડના પીડિત પરિવાર સાથે ગઈકાલે મહિલા અાયોગ દ્વારા મુલાકાત કરવામાં અાવી હતી અને તેઓની રજૂઅાત સાંભળવામાં અાવી હતી. મહિલા અાયોગના લીલાબહેન પટેલે કચ્છના કલેક્ટર અને એસપી સાથે પણ મુલાકાત કરી અને જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. અાજે મહિલા અાયોગની ટીમ ભુજમાં પીડિતા સાથે મુલાકાત કરી તેની રજૂઅાતો સાંભળે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like