નલિયા સેક્સકાંડઃબ્લો હોટ, બ્લો કૉલ્ડ

કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ ફરી પાછું કચ્છ નલિયાના સેક્સ ભૂકંપને કારણે રાજકીય વિવાદનું એપિસેન્ટર બન્યું છે. કચ્છનો ભૂકંપ કુદરતી પ્રકોપ હતો જ્યારે નલિયા સેક્સ ભૂકંપ માનવસર્જિત વિનાશ છે.નલિયા સેક્સકાંડે ભાજપના ચારિત્રવાળા ચહેરા પર કાળાં કરતૂતોનો ડાઘ લગાવ્યો છે. લાંબા સમય સુધી આ ડાઘ નહીં ભૂંસી શકાય. નલિયા કેસ સામે આવ્યો ત્યારે લાગતું હતું કે માત્ર નલિયા અને કચ્છ પૂરતો સીમિત હશે. હવે તેનો રેલો અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

નલિયા બળાત્કાર કેસની શરૂઆત પીડિત યુવતીને નોકરી પર રાખી તેની સાથે બળજબરી કરીને તેની વીડિયો ક્લીપથી થઇ હતી. પીડિત યુવતીના દાવાઓ પ્રમાણે નલિયા અને કચ્છના ભાજપના જ ટોચના નેતાઓેએ સમગ્ર સેક્સકાંડને આકાર આપ્યો છે. રાજકારણમાં ઝડપી પ્રગતિ અને રૂપિયા ઇચ્છતો વર્ગ આજે ખૂબ ઝડપથી વધી રહ્યો છે તેની જ પ્રતીતિ આ સેક્સકાંડ છે. ભાજપના સ્થાનિક નેતાઓ આ સમગ્ર પ્રકરણમાં જોડાયેલા છે કે જેઓ આરએસએસ સાથે પણ નાતો ધરાવે છે. જેના કારણે આ સમગ્ર પ્રકરણ અત્યારે રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આ જ વર્ષે થવાની હોવાથી કોંગ્રેસ અને આમ આદમી

પાર્ટીએ જોરશોરથી ભાજપને સંપૂર્ણ લપેટમાં લેવાના પ્રયાસો તેજ કર્યા છે. જેના કારણે નલિયા સેક્સ કાંડનો રેલો ગાંધીનગર સુધી આવી ગયો છે. અત્યાર સુધીના પીડિતાના નિવેદન પ્રમાણે

પોતાના જેવી ૪૦થી વધુ યુવતીઓ આ સેક્સ રેકેટમાં ફસાયેલી છે.જેનો ઉપયોગ ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરાયો છે. અમદાવાદના આંબાવાડી વિસ્તાર સુધી ભાજપના નેતાઓ માટે આવી યુવતીઓ આવી હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા છે. સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નલિયાકાંડનો રેલો ગાંધીનગરની ઘણી વીવીઆઇપી ખુરશીઓ સુધી આવશે, કારણ કે નલિયાકાંડમાં પકડાયેલા આરોપીઓમાંથી ઘણા આરોપીઓ અવારનવાર ગાંધીનગરમાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારી પાસે પણ આવ્યા હોવાની ચર્ચા ચાલે છે.

નલિયા કેસમાં સરકારનો લૂલો બચાવ

સેક્સકાંડમાં શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવાનું ટાળવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓનાં નામ જાહેર થયાં અને રાજકીય આક્ષેપો થયા બાદ રાજ્ય સરકારને મેદાનમાં આવવું પડ્યું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રથમ પોતાનું નિવેદન આપી પોલીસતંત્ર આ સમગ્ર કેસની તટસ્થ તપાસ કરી રહ્યું હોવાનો દાવો કર્યો હતો અને એલસીબી પી.આઇ.ના વડપણ હેઠળ પાંચ સભ્યોની ટીમ આરોપીઓને

પકડવા કાર્યરત હોવાનું નિવેદન આપ્યું હતું.  ભાજપ દ્વારા પણ આ કેસમાં સંડોવાયેલા સ્થાનિક ત્રણ નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરીને કેસની શરૂઆત કરી હતી.

પીડિતા દ્વારા ભાજપના પ્રશિક્ષણ વર્ગ દરમ્યાન પોતાને આઇકાર્ડ આપીને ફાર્મહાઉસમાં મોકલવામાં આવતી હતી અને પોતાની જેવી ૪૦થી વધુ યુવતીઓને સોશિયલ લેડીના નામવાળું આઇકાર્ડ આપવામાં આવ્યું હોવાના નિવેદને ભાજપ નેતાઓના પગ નીચે રેલો લાવ્યો. આથી સમગ્ર ભાજપ અને રાજ્ય સરકારે એક થઇ મીડિયા સામે ખુલાસા પર ખુલાસાઓ કરવાની ફરજ પડી હતી. ભાજપ અને સરકાર દ્વારા એક જ વાત કરવામાં આવી કે આવું કોઇ આઇકાર્ડ આપવાની ભાજપમાં

પદ્ધતિ જ નથી. ભાજપના આઇકાર્ડ પર કોઇનો ફોટો હોતો નથી. ભાજપમાં સોશિયલ લેડી જેવો કોઇ હોદ્દો આપવામાં આવતો નથી. ભાજપના જ સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં જાહેરાત કરી કે પોતાને આ સમગ્ર સેક્સકાંડ સંદર્ભે ત્રણ મહિના પહેલાં જ ખબર હતી.આથી સરકારે આ કેસમાં કરેલાં નિવેદનો પર પાણી ફરી વળ્યું.

સચિવાલયમાં નલિયા સેક્સકાંડ છવાયો

કચ્છનો નલિયા સેક્સકાંડ અત્યારે સચિવાલયમાં ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા અધિકારીઓ ધીમા સ્વરે પણ પૂછી લે છે કે નલિયાકાંડમાં કોઇ નવું નામ સામે આવ્યું ખરું? એક ઉચ્ચ અધિકારી લાંબા સમયથી રજા પર છે પણ તેઓ પોતાના સહઅધિકારી મિત્રો સાથે ફોન પર વાતચીત કરીને નિયમિત નલિયાકાંડની અપડેટ મેળવી જ લે છે. એક સિનિયર મંત્રીની ચેમ્બરમાં નલિયાકાંડની ચર્ચા થઇ રહી હતી ત્યારે મંત્રીએ ખુલાસો કરવો પડ્યો કે ઘણાં વર્ષોથી હું કચ્છના પ્રવાસે ગયો નથી પણ આ મંત્રીએ માર્મિક ટકોર કરતાં કહ્યુ કે, “તપાસ તો કરો કયાં નેતા વારેઘડીએ કચ્છના પ્રવાસે  અત્યાર સુધી જતાં હતા?”

http://sambhaavnews.com/

You might also like