ભાજપે કચ્છને લૂંટ્યુ, આ નલિયાકાંડ નહીં BJP કાંડ છેઃ વાઘેલા

ભૂજઃ નલિયા સેક્સ કાંડને કારણે ગુજરાતના રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે નલિયા સેક્સ કાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ‘બેટી બચાવો યાત્રા’ની શરૂઆત પહેલાં શંકરસિંહ વાધેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. શંકરી વાધેલાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે કચ્છને લૂંટ્યું છે. નલીયકાંડ નહીં, ભાજપકાંડ છે. હું પણ સવાયો કચ્છી છું. પ્રજાને અમારો હંમેશા સાથ સહકાર રહશે. વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે આજે થયેલો વિરોધ BJP પ્રેરિત છે. પ્રશિક્ષણ શિબિરમાં આવુ શિક્ષણ અપાઈ છે તે કોઈને ખબર હોય. પર્યટનના નામે શુ ચાલે છે તે બધાને ખબર છે. નલિયાકાંડથી BJPના પતનની શરૂઆત થઈ છે.BJPએ અમારી સાથે જોડાઈને વિરોધ કરવો જોઈએ.તંત્ર દાબશે પણ પ્રજા નહી દબાય. જાગૃત વિરોધ પક્ષ અને આવતીકાલના શાસક પક્ષ તરીકે આવ્યા છીએ. જો ન્યાયિક તપાસ નહી થાય તો વિધાનસભા નહી ચાલવા દઇએ.

ભાજપના રાજમાં દીકરીઓની આવી પરિસ્થિતીને પગલે વિપક્ષે પ્રજાની સાહનુભૂતિ પ્રાપ્ત કરવા સાથે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. બેટી બચાવાનો આ રેલી રાજ્યમાં ભૂજ, અંજાર, આદુપુર, ગાંધીધામ, ભચાઉ, મોરબી, વાંકાનેર, ચોટીલા, લીમડી, બગોદરા સહિતનાં વિસ્તારોમાં ફરીને સોમવારે ગાંધીનગર પહોંચશે. બેટી બચાવો યાત્રામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા,સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ જોડાયા છે. જ્યાં કોગ્રેસના કાર્યકર્તાઓ સોમવારે ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરી વિરોધપ્રદર્શન કરશે.  સોમવારથી જ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવા જઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નલિયા સેક્સકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીના આરોપો લાગ્યા છે. ત્યારે વિપક્ષ આ મુદ્દાને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સોમવારે રેલી ગાંધીનગર પહોંચશે ત્યારે કોંગ્રેસ કાર્યકર્તા અને આગેવાનો તેમાં જોડાઇ. નલિયા સેક્સ કાંડ મામલે દોશિતોને સજા થાય અને પીડીતાને ન્યાય મળે તે માટે આકરૂ વલણ અપનાવશે.

http://sambhaavnews.com/

You might also like