ઓવન વગર પણ ઘરે બનાવી શકો છો નાનખટ્ટાઇ

નાન ખટાઇ ખાવામાં ઘણી ટેસ્ટી હોય છે. આ સાથે બાળકોની સાથે-સાથે મોટાને પણ ઘણી પસંદ હોય છે. લોકો બજારમાંથી નાન ખટાઇ લઇને આવે છે પરંતુ તેનાથી લોકોનું મન ભરાતું નથી. તો ચાલો જાણીએ નાન ખટાઇ ઘરે કેવી રીતે બનાવી શકાય. નાન ખટાઇ બનાવી ઘણી આસાન છે. જેમાં ઓવનની પણ જરૂરિયાત નથી.

સામગ્રી : મેંદો 1 કપ, બેસન એક ચમચી, ખાંડ 125 ગ્રામ, ઘી-અડધો કપ કરતાં થોડો વધારે, સોજી 2 ચમચી, બેકિંગ પાવડર-એક ચમચી, ઇલાયચી પાવડર-અડધી ચમચી, પિસ્તા – 5-6 નાના ટુકડા, મીઠું-અડધો કિલો

બનાવાની રીત :
નાન ખટાઇ બનાવા માટે સૌ પ્રથમ એક વાટકામાં મેંદો, સોજી અને બેસનને સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ બીજા બાઉલમાં ઘી અને ખાંડને મિક્સ કરીને રાખો. ત્યારબાદ બંનેને પેસ્ટ ત્યાં સુધી કરતાં રહો જ્યા સુધી તે સરખી રીતે મિક્સ ન થાય.

જ્યારે પેસ્ટ સારી રીતે થાય ત્યારપછી તેમાં બેકિંગ પાવડર અને ઇલાયચીપાવડર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં મેંદો, સોજી અને બેસનવાળું મિશ્રણ સારી રીતે મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરતાં પેસ્ટને હાથની મદદથી લોટની જેમ ગૂંથીને તૈયાર કરો. ત્યારબાદ ગેસ પર કુકરને ગેસ પર મુકો. કુકરમાં મીઠાની એક લેર તૈયારકરો.

ત્યારબાદ એક સ્ટેન્ડ રાખો અને કુકરને ઢાંકી ગરમ થવા રાખો. ત્યારબાદ એક એવી પ્લેટ લો જે કુકરની અંદર ચાલી જઇ. આ પ્લેટ પર ઘી લગાવી ગ્રીસિંગ કરી દો. હવે લોટને નાની-નાની લોઇઆ લઇને તેને ગોળ કરી હલકા હાથે ચિપકાવી દો.
તૈયાર લોઇયા પ્લેટને કુકરમાં રાખી જાળી રાખી દો. ત્યારબાદ કુકરને ધીમા ગેસે 10 મિનિટ રાખો. 10 મિનિટ બાદ નાન ખટ્ટાઇ તૈયાર થઇ જશે.

You might also like