પહેલીવાર સરકારે સ્વિકાર્યું GST બાદ થોડા સમય માટે થઇ શકે છે સમસ્યા

નવી દિલ્હી : શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂને સોમવારે સરકારની તરફથી પહેલીવાર જીએશટી લાગુ થયા બાદ થનારી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે જીએસટી લાગુ થવાની શરૂઆતનાં સમયમાં લોકોને સમસ્યા થઇ શકે છે. મોદી સરકાર અત્યાર સુધી જીએસટી મુદ્દે આશ્વસ્ત લાગી રહી હતી. આ પહેલી વખત એવું છે જ્યારે સરકારનાં કોઇ મંત્રી જીએસટીથી થનારી સમસ્યાઓ અંગે વાતચીત કરી છે.

વેંકૈયા નાયડૂએ જો કે તે સમસ્યાઓનાં ઉકેલ અંગે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ ઉપજનારી સમસ્યાઓને ટુંકમાં જ શોધી લેવામાં આવશે. અને જીએસટી કાઉન્સિલ તે સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે જીએશટી 30 જૂને મધરાત્રે સમગ્ર દેશમાં લાગુ થશે. જમ્મુ કાશ્મીર છોડીને દેશનાં તમામ રાજ્યોમાં જીએસટી અધિનિયમ પસાર કરી દેવામાં આવ્યો છે. જેના મુદ્દે સમગ્ર દેશ અસમંજસનો માહોલ છે. વેપારીઓથી માંડીને આમ આદમી સુધી નવા ટેક્સની નીતિઓ મુદ્દે ઘણા સવાલ છે.

જીએસટીથી દેશમાં આગામી સમયમાં થનારા ફેરફારમાં તમામ બાબતો કોઇને પણ સ્પષ્ટ ખબર નથી. તેવામાં જીએસટી લાગુ થયના બાદ જ લોકોનાં સવાલનાં જવાબ અને જીએસટી લાગુ થયા બાદનાં પરિણામો સામે આવશે.

You might also like